એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે બેન સ્ટોક્સની મેચ વિનીંગ ઇનિંગ વડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું તે પછી સ્ટોક્સની લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ગૂગલ પર તે 25 ઓગસ્ટના દિવસે મતલબ કે ટેસ્ટના ચોથા દિવસે સર્વાધિક સર્ચ થયો હતો અને એ મામલે તેણે થોડી વાર માટે પોપ સિંગર ટેલર સ્વીફ્ટને પણ પાછળ મુકી દીધી હતી.
આઇસીસી દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સર્ચ રિઝલ્ટનો ગ્રાફ પોસ્ટ કર્યો
આઇસીસી દ્વારા આ મામલે એક ગ્રાફ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં જોવા મળે છે કે કેવીરીતે સ્ટોક્સ ટેલર સ્વીફ્ટથી આગળ નીકળ્યો હતો. આ પોસ્ટ અનુસાર 21થી 25 ઓગસ્ટ સુધી ટેલર સ્વીફ્ટના વીકીપિડીયા પેજ પર 2 લાખથી વધુ વ્યુ આવતા હતા, પણ સ્ટોક્સની ઇનિંગ પછી આ આંકડો નીચે સરકીને 80,000 પર આવી ગયો હતો. તેનો મતલબ કે સ્ટોક્સે એક જ દિવસમાં વિક્રમી 1.65 લાખ વ્યુ સુધીની છલાંગ લગાવી હતી.
આઇસીસીના આ આંકડા પેજ વ્યુ એનાલિસીસ પરથી લીધા છે. આ એટલા માટે પણ મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર ટેલર સ્વીફ્ટના ફોલોઅર 8.45 કરોડ છે જ્યારે સ્ટોક્સના ફોલોઅર 6.4 લાખની આસપાસ છે.