જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી ધુંધવાયેલા પાકિસ્તાનમાં હવે રાજકીય નેતાઓ પછી ખેલાડીઓ પણ પ્રોપેગેન્ડા ફેલાવવામાં જોતરાયા છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીએ કાશ્મીર બાબતે ટિ્વટ કરીને પાકિસ્તાની પ્રજાને અપીલ કરી છે કે તેઓ કાશ્મીર અવર સાથે જોડાય. તેણે ટિ્વટમાં લખ્યું હતું કે શુક્રવારે બપોરે તે 12 વાગ્યે મજાર-એ કેદમાં હાજર રહેશે.
એટલું જ નહીં પણ આફ્રિદીએ પીઓકેમાં ભારતના કથિત ફાયરિંગમાં માર્યા ગયેલા શખ્સના ઘરે જવાની પણ વાત કરી હતી. તેણે લખ્યું હતું કે તે ટૂંકમાં જ એલઓસીની મુલાકાત લેશે. પાકિસ્તાનના માજી કેપ્ટન જાવેદ મિયાંદાદે પણ ટિ્વટ કરીને લખ્યું છે કે તે એ લોકોની સાથે જ છે, જેઓ એલઓસીની મુલાકાત લેવાના છે. મિયાંદાદે વીડિયો મેસેજ પોસ્ટ કર્યો છે કે અમે ત્યાં જઇશું અને શાંતિ માટે પ્રાર્થના કરીશું.