ભારતીય ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં જ વિશ્વના પાંચમા ક્રમાંકિત રશિયન ખેલાડી દાનિલ મેદવેદેવ સામે હારીને આઉટ થઇ ગયો હતો. પ્રજનેશે શરૂઆત તો આક્રમક કરી હતી પણ તે પોતાની રિધમ જાળવી શક્યો નહોતો અને તેના કારણે અંતે તે આ મેચ 4-6, 1-6, 2-6થી હારી ગયો હતો. મેદવેદેવ સામે રમતી વખતે પ્રજનેશ દબાણમાં હોય તેવું લાગ્યું હતું અને તેના કારણે તેણે સતત ભુલો કરી હતી. તેણે જુસ્સો તો બતાવ્યો પણ તેનામાં અનુભવની ખોટ જણાઇ હતી.
ચેલેન્જર સ્પર્ધામાં વિજય સાથે એન્ડી મરેની સિંગલ્સમાં વાપસી
સ્કોટલેન્ડનો દિગ્ગજ ટેનિસ ખેલાડી અને 3 વારનો ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન એન્ડી મરેએ લાંબા સમય પછી સિંગલ્સમાં પહેલો વિજય મેળવ્યો છે. મરેને આ જીત જોકે યુએસ ઓપનમાં નથી મળી પણ તેણે સેકન્ડ લેવલની ચેલેન્જર સ્પર્ધામાં ફ્રાન્સના 17 વર્ષના ઇમરા સિબિલલેને એકતરફી મેચમાં 6-0, 6-1થી હરાવ્યો હતો.