વેસ્ટઇન્ડિઝ સામે એન્ટીગામાં રમાયેલી પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં કાતિલ બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહે હાલમાં જાહેર થયેલા આઇસીસી રેન્કિંગમાં 9 ક્રમની છલાંગ લગાવીને ટોપ ટેનમાં સીધી 7માં ક્રમે એન્ટ્રી કરી છે. ન્યુઝીલેન્ડના બોલર ટ્રેન્ટ બોલ્ટે પણ જોરદાર છલાંગ લગાવીને પાંચમા ક્રમે પહોંચી ગયો છે. એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો હીરો બેન સ્ટોક્સે ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં પણ સ્ટોક્સે છલાંગ લગાવી ટોપ 15માં એન્ટ્રી કરી લીધી છે.
આઇસીસી ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન બોલર્સ
[table id=18 /]
બુમરાહ 9 ક્રમની છલાંગ લગાવી 774 પોઇન્ટ સાથે 7માં ક્રમે પહોંચી ગયો છે તો રહાણે એક સ્થાનના ફાયદા સાથે બેટિંગ રેન્કિંગમાં 10માં ક્રમે પહોંચ્યો છે. બોલર્સ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તો કગિસો રબાડા બીજા અને જેમ્સ એન્ડરસન ત્રીજા સ્થાને છે. કેમાર રોચની ટોપ ટેનામાં એન્ટ્રી થઇ છે, તો જેસન હોલ્ડર અને રવિચંદ્રન અશ્વિન ટોપ ટેનમાંથી બહાર થઇ ગયા છે.
આઇસીસી ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન બોલર્સ
[table id=14 /]
બેટ્સમેન રેન્કિંગમાં વિરાટ કોહલીએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, તો સ્ટીવ સ્મિથ બીજા અને કેન વિલિયમ્સન ત્રીજા સ્થાને છે. કરુણારત્ને 8માં પરથી છઠ્ઠા તો જો રૂટ 9મા પરથી 7મા ક્રમે પહોંચી ગયા છે. એડન માર્કરમ અને ક્વિન્ટોન ડિકોક અનુક્રમે 9મા અને 10મા ક્રમે છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસ ટોપ ટેનમાંથી આઉટ થયો છે.