ભારતીય મહિલા શટલર સાઇના નેહવાલે અહીં રમાઇ રહેલી બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ડેન્માર્કની મિયા બ્લિચફેલ્ટ સામે હાર્યા પછી અમ્પાયરિંગના લેવલને સાવ ખરાબ ગણાવ્યું હતું. મેચ દરમિયાન સામાન્યપણે કોર્ટ બહાર બેસતા તેના પતિ પારુપલ્લી કશ્યપે પણ અમ્પાયરિંગ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
સાઇનાએ ટિ્વટ કર્યું હતું કે બીજી ગેમમાં અમ્પાયરે બે વાર મેચ પોઇન્ટને મારી ફેવરમાં આપ્યા નહોતા. બીજી ગેમમાં અમ્પાયરે મને કહ્યું હતું કે લાઇન અમ્પાયરને તેનું કા કરવા દો. મને એ સમજાતું નથી કે મેચ પોઇન્ટના નિર્ણયને અમ્પાયર કેવી રીતે ઉલટાવી શકે. કશ્યપે પણ ટિ્વટ કરીને કહ્યું હતું કે ખરાબ અમ્પાયરિંગે બ મેચ પોઇન્ટ છીનવી લીધા.