મંગળવારે રાત્રે અહીં એક એવી મેચ રમાઇ હતી કે જેમાં સબસ્ટિટ્યૂટ તરીકે કોઇ ખેલાડી નહીં પણ 50 વર્ષની વયનો ટીમનો મેનેજર જ રમવા ઉતર્યો હતો. વળી રસપ્રદ વાત એ રહી હતી કે યુવા ફૂટબોલરો વચ્ચે આ 50 વર્ષના મેનેજરે પોતાની ટીમના ખેલાડીઓને ગોલ કરવામાં સહાયકની ભૂમિકા ભજવી હતી અને તેના કારણે તેની ટીમ મેચ 3-1થી જીતી હતી.
અહીં ચાલી રહેલા ગ્લાસ્ગો કપમાં ક્લાયડ એફસી અને સેલ્ટિક કોલ્ટ્સની ટીમ વચ્ચે મેચ રમાઇ હતી. મેચની 76મી મિનીટમાં લિયામ એલિસનના સ્થાને સબસ્ટિટ્યૂટ તરીકે 50 વર્ષના ડેની લેનને ઉતરવું પડ્યું કારણ ટીમના ઘણાં ખેલાડી ઘાયલ હતા. તેમણે મેચ શરૂ થતાં પહેલા જ ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ સામેલ કરાવ્યું હતું. લેનન પોતે ફૂટબોલ પ્લેયર જ હતા, પણ તેમણે 11 વર્ષ પહેલા નિવૃત્તિ લઇ લીધી હતી.