ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત હોવાને કારણે ગુરૂવારથી શરૂ થઇ રહેલી એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાંથી આઉટ થઇ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જણાવ્યું હતું કે સ્મિથ હેડિંગ્લેમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાંથી આઉટ થઇ ગયો છે. એ ઉલ્લેખનીય છે કે પહેલી બંને ટેસ્ટમાં એકમાત્ર સ્મિથે જ યોગ્ય રીતે ઇંગ્લેન્ડના બોલરોની ઝીંક ઝીલી હોવાથી તેના ન રમવાને કારણે ઓસ્ટ્રેલિયાને ફટકો પડી શકે છે.
કોચ જસ્ટિન લેન્ગરે જણાવ્યું હતું કે સ્મિથે મગળવારે ઓસ્ટ્રેલિયાના પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો નહોતો. લોર્ડસ પર રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે સ્મિથને જોફ્રા આર્ચરનો બોલ બે વાર વાગ્યો હતો, જેમાં ગળાના ભાગે થયેલી ઇજાને કારણ તે ત્રીજી ટેસ્ટમાં રમી શકશે નહીં.