ભારતીય દિવ્યાંગ સ્વીમર સત્યેન્દ્ર સિંહ લોહિયાએ અમેરિકામાં 42 કિમી લાંબી કેટલિના ચેનલને માત્ર 11 કલાક અને 34 મિનીટમાં તરીને પાર કરી ઇતિહાસ રચ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહીશ સત્યેન્દ્ર આટલા ઓછા સમયમાં આ ચેનલને પાર કરનારો એશિયાનો પહેલો દિવ્યાંગ સ્વીમર બન્યો છે.
સૌથી ઓછા સમયમાં કેટલીના ચેનલ તરીને પાર કરનારો સત્યેન્દ્ર એશિયાનો પહેલો દિવ્યાંગ સ્વીમર
કેટલીના ચેનલમાં પાણીનું તાપમાન અંદાજે 12 ડિગ્રી જેવું હોય છે, આ સ્થિતિમાં સતત તરીને તેને પાર કરવી સૌથી મુશ્કેલ ગણાય છે. જો કે સત્યેન્દ્રએ આ પડકાર સ્વીકારી લઇને તેને પાર કરી દેશ અને પોતાના રાજ્યનું નામ રોશન કરી દીધું હતું. આ પાણીમાં શાર્ક માછલીના હુમલાનું પણ જોખમ હોય છે. સત્યેન્દ્રની સાથે દેશના 5 અન્ય લોકો પણ સામેલ હતા.