મહિલા ક્રિકેટ સુપર લિગમાં ડેનિયેલા વ્યાટે તોફાની સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે આ સિદ્ધી મેળવનારી પહેલી ઇંગ્લીશ મહિલા ખેલાડી બની છે. વ્યાટે સધર્ન વાઇપર્સ વતી રમતા 60 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 110 રનની તોફાની ઇનિંગ રમી હતી અને તેની આ તોફાની ઇનિંગના પ્રતાપે સધર્ન વાઇપર્સે સરે સ્ટાર્સ સામે 89 રને વિજય મેળવ્યો હતો.
વ્યાટે બનાવેલો આ સ્કોર આ લિગનો બીજો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા 2017માં સુઝી બેટ્સે ફટકારેલા 119 રન આ લિગનો રેકોર્ડ છે.