ગોલ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકાએ 18 રનની નજીવી સરસાઇ મેળવ્યા પછી 195 રનમાં ન્યુઝીલેન્ડની 7 વિકેટ ઉપાડીને મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. રમત બંધ રહી ત્યારે વિકેટકીપર બેટ્સમેન બીજે વેટલિંગ 63 જ્યારે સોમરવિલે 5 રન બનાવીને રમતમાં હતા.
આ પહેલા ન્યુઝીલેન્ડના પ્રથમ દાવના 249 રન સામે શ્રીલંકાએ 267 રન બનાવ્યા હતા. શ્રીલંકા વતી નિરોશન ડિકવેલાએ સર્વાધિક 61 રન બનાવ્યા હતા, જ્યારે સુરંગા લકમલે 40 રનની ઇનિંગ રમી હતી. આ બંનેએ 8મી વિકેટની ભાગીદારીમાં મહત્વના 81 રન જોડતા યજમાન ટીમ સરસાઇ મેળવવામાં સફળ થઇ હતી. કીવી ટીમ વતી સ્પિનર એજાઝ પટેલે સૌથી વધુ 5 વિકેટ ઉપાડી હતી. ન્યુઝીલેન્ડના બીજા દાવની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 25 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. લાથમ અને નિકોલ્સે 56 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી. જો કે આ બંને પણ આઉટ થતાં ન્યુઝીલેન્ડે 100 રનની અંદર 5 વિકેટ ગુમાવી હતી, અહીંથી વેટલીંગે અર્ધસદી ફટકારી ટીમને સંભાળી લીધી હતી. હાલ ન્યુઝીલેન્ડ શ્રીલંકા સામે 177 રનની સરસાઇ ભોગવે છે.