Vaibhav Suryavanshi Coach: વૈભવ ભારતની T20 ટીમમાં સ્થાન મેળવશે – બાળપણના કોચ મનીષ ઓઝાનો મોટો દાવો
Vaibhav Suryavanshi Coach ગુજરાત ટાઇટન્સ સામેના શાનદાર શતક બાદ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી cricket જગતમાં ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યો છે. વૈભવે માત્ર 38 બોલમાં 101 રનની ઝલકદાર ઇનિંગ રમીને IPLમાં સૌથી ઓછી ઉંમરે શતક ફટકારનાર ખેલાડી બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની આ ઇતિહાસ રચનારી ઇનિંગથી રાજસ્થાન રોયલ્સે 210 રનનું લક્ષ્યાંક ફક્ત 15.5 ઓવરમાં હાંસલ કરી લીધો.
આ સફળતાની પાંખે ઊડતા વૈભવ વિશે તેના બાળપણના કોચ મનીષ ઓઝાએ PTI સાથે વાતચીતમાં પોતાનો ગર્વ વ્યક્ત કર્યો. ઓઝાએ કહ્યું, “બિહારના માટે, જ્યાં રમતગમતને વધુ મોખરું સ્થાન મળતું નથી, વૈભવ એક સૂર્યપ્રકાશ જેવો છે. તેણે બિહારને ક્રિકેટના નકશા પર મૂકી દીધો છે.”
ઓઝાએ દાવો કર્યો કે, “જો તે આવું જ પ્રદર્શન કરતો રહેશે, તો મારે શંકા નથી કે આગામી એક કે બે વર્ષમાં તે ભારતની T20 ટીમમાં સ્થાન મેળવશે.”તેમણે વધુમાં જણાવ્યું કે વૈભવ કુદરતી પ્રતિભાશાળી છે, ઝડપથી શીખે છે અને મોટી ઇનિંગ્સ રમવાનો સ્વાભાવ ધરાવે છે.બાળપણથી બેટિંગનો શોખ:
મનીષ ઓઝાએ સ્મૃતિ ભરી વાત yad કરતાં કહ્યું કે, “પ્રેક્ટિસ દરમિયાન મેં તેનો ઝડપથી રન લેનાર શોટ્સ પર ધ્યાન ખેંચાવ્યું હતું. જ્યારે મેં તેને સિંગલ્સ-ડબલ્સ વિશે પૂછ્યું, ત્યારે તેણે સાદગીથી જવાબ આપ્યો હતો, ‘જ્યારે હું છગ્ગા મારી શકું છું તો સિંગલ્સની શું જરૂર?’”
અંડર-૧૯માં અનુભવ અને ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ:
વૈભવ ભારત અંડર-૧૯ માટે રમ્યો છે અને 2024ના જાન્યુઆરીમાં તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેનામાં રમતને લઈ જરૂરી સૂઝબૂઝ અને આત્મવિશ્વાસ બંને છે.
અત્યારના ધમાકેદાર ફોર્મને જોતા એવું લાગી શકે છે કે વૈભવ ભારતીય ક્રિકેટનું ભાવિ તારા બની શકે છે. જો તે આ જ લગનથી આગળ વધશે, તો ભવિષ્યમાં આપણે તેને ભારતની બ્લૂ જર્સી પહેરેલી જોઈ શકીશું.