ભારતે આપેલી બહિષ્કારની ધમકી છતાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ)ના અધ્યક્ષ લુઇ માર્ટિને કહ્યું છે કે 2022ની બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધાનો સમાવેશ નથી. તેમના આ નિર્ણયને પગલે 1974 પછી પહેલીવાર એવું બનશે કે જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાંથી શૂટિંગ સ્પર્ધાની બાદબાકી કરાશે. સીજીએફના અધ્યક્ષે એવું કહ્યું હતું કે શૂટિંગ સ્પર્ધા ક્યારેય પણ આ ગેમ્સનો અનિવાર્ય હિસ્સો રહી નથી.
માર્ટિને બ્રિટનના અખબાર ડેઇલી ટેલિગ્રાફને જણાવ્યું હતું કે કોઇપણ રમતે આ ગેમ્સનો હિસ્સો બનવા માટેનો અધિકાર મેળવવો પડશે. તેમણે કહ્યું હતું કે શૂટિંગ એ અનિવાર્ય રમત રહી નથી. આપણે તેના પર કામ કરવું પડશે પણ શૂટિંગ ગેમ્સનો હિસ્સો નહીં હોય. અમારી પાસે તેના માટે કોઇ સ્થાન બચ્યું નથી.