Maruti Swift: પાકિસ્તાનમાં Swiftની કિંમત ભારત કરતા વધુ મોંઘી છે, જાણો કેમ?
Maruti Swift: ભારતમાં Maruti Suzuki Swiftને એક વિશ્વસનીય અને બજેટ-ફ્રેન્ડલી હેચબેક તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બજારમાં તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 6.49 લાખથી શરૂ થાય છે, અને ટોપ વેરીએન્ટની કિંમત લગભગ 9.64 લાખ સુધી જાય છે. પરંતુ જ્યારે વાત પાકિસ્તાનની આવે છે, ત્યારે ત્યાં Suzuki Swiftની કિંમત સાંભળીને તમે આશ્ચર્યચકિત રહી જશો.
Maruti Swift: પાકિસ્તાનમાં Swiftના બેસ્ટ વેરીએન્ટની કિંમત PKR 4,416,000 છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે 13.42 લાખના સરખામણી છે. જ્યારે ટોપ મોડલ GLX CVT ની કિંમત PKR 4,719,000 છે, એટલે અંદાજે 14.33 લાખ. આ કિંમતે ભારતમાં તમે SUV જેવી મોટી ગાડીઓ પણ ખરીદી શકો છો, જ્યારે આર્થિક સંકટથી જૂઝતા પાકિસ્તાનમાં એક હેચબેક માટે આટલી મોટી રકમ ખપાવવી સામાન્ય લોકો માટે સપના બની ગઈ છે.
પાકિસ્તાનમાં Swift એટલી મોંઘી કેમ છે?
પાકિસ્તાનમાં Swift જેવી કારોની કિંમતો વધુ છે કારણ કે ત્યાંની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી છે. મોંઘવારી ઝડપથી વધી રહી છે અને પાકિસ્તાની રૂપિયો ભારતીય કરન્સી સામે નોંધપાત્ર રીતે નબળો થયો છે. આ તમામ કારણોથી કારોની કિંમતો ત્રણ ગણા જેટલી વધારી છે, જેના કારણે સામાન્ય માણસ માટે કાર ખરીદવી મુશ્કેલ બની રહી છે.
પાકિસ્તાન-સ્પેક Swift ના ફીચર્સ પાકિસ્તાને મળતી Swift માં 1200cc પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આમાં મેન્યુઅલ અને CVT ટ્રાન્સમિશન બંને ઓપ્શન ઉપલબ્ધ છે. સુરક્ષા ફીચર્સમાં 6 એરબેગ, ABS, EBD, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ, રિવર્સ કેમેરા અને રિયર પાર્કિંગ સેન્સર સમાવિષ્ટ છે.
ઇન્ડિયા-સ્પેક Swiftના ફીચર્સ અને પરફોર્મન્સ
ભારતમાં મળતી Maruti Swift માં 1.2-લીટર 3-સિલેન્ડર Z સીરિઝ એન્જિન છે. આ કાર 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. ફીચર્સમાં 9-ઇંચ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, 6-સ્પીકર ઓડિઓ સિસ્ટમ અને વાયરલેસ ફોન ચાર્જિંગ શામેલ છે. સુરક્ષા માટે તેમાં 6 એરબેગ, હિલ-હોલ્ડ આસિસ્ટ, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ, રિયર કેમેરા અને પાર્કિંગ સેન્સર જેવી સુવિધાઓ છે.