Shikhar Dhawan શિખર ધવનની શાહિદ આફ્રિદીને ફટકાર: કારગિલ ભૂલી ગયા છો?
Shikhar Dhawan જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાને લઈ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય સેનાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા બાદ ભારતના પૂર્વ ઓપનર શિખર ધવને કડક પ્રતિક્રિયા આપી છે. આફ્રિદીએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર નિવેદન આપ્યું હતું કે હુમલો સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતાના કારણે થયો હોવાનું જણાય છે.
આ નિવેદન બાદ શિખર ધવન ગુસ્સે ભરાઈ ગયા અને સોશિયલ મીડિયા પર આફ્રિદીને જવાબ આપતા કહ્યું, “અમે તમને કારગિલમાં પણ હરાવ્યા હતા. તમે પહેલાથી જ આટલા નીચા ઉતરી ગયા છો. તમે હવે કેટલા નીચે ઉતરશો?” ધવને કહ્યું કે નકામી ટિપ્પણીઓ કરવા બદલે, આફ્રિદીએ પોતાના દેશની પ્રગતિ માટે વિચાર કરવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, “અમને અમારી ભારતીય સેના પર ગર્વ છે. ભારત માતા કી જય! જય હિંદ!”
શિખર ધવનની આ પોસ્ટ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ અને લોકોને તેમને વ્યાપક ટેકો આપ્યો. ઘણા યુઝર્સે શાહિદ આફ્રિદીની ટિપ્પણીને “અસમય અને અસંવેદનશીલ” ગણાવી.
Kargil mein bhi haraya tha, already itna gire hue ho aur kitna giroge, bewajah comments pass karne se acha hai apne desh ki taraqqi mai dimag lagao @SAfridiOfficial. Humein hamari Indian Army par bohot garv hai. Bharat Mata Ki Jai! Jai Hind!https://t.co/5PVA34CNSe
— Shikhar Dhawan (@SDhawan25) April 28, 2025
આફ્રિદીએ ભારત તરફ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હુમલાની જવાબદારી પાકિસ્તાન લે એ પહેલાં, ભારત પોતાની આંતરિક સુરક્ષા પર પ્રશ્ન ઉઠાવવો જોઈએ. તેમણે મીડિયા કવરેજને પણ ભ્રમજનક ગણાવી.
પરંતુ હકીકત એ છે કે આ આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠને લીધી છે. આ હુમલામાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી પ્રવાસીનું મોત થયું હતું. સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનની ઘોર નિંદા કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે “આ આતંકવાદીઓ કોઈ પણ ખૂણામાં છુપાયેલા હોય, તેઓને શોધી કાઢીને કડક સજા આપવામાં આવશે.”
આ સમગ્ર ઘટનાએ એકવાર ફરીથી પાકિસ્તાનના રણનીતિક વલણ અને આતંકવાદ પ્રત્યેના વલણ પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.