Agriculture આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતા અદભૂત બીજોરા ફળની કચ્છમાં ખેતી
પુરા ભારતમાં માત્ર કચ્છમાં ખેતી
ખેડૂતોએ તેને મૂળ સ્વરૂપે જાળવીને ખેતી કરે છે. તેનું જૂથ તે તમામ ખરીદી લે છે
અમદાવાદ
Agriculture કચ્છના નખત્રાણામાં ખેડૂત ગોવિંદ પટેલે બિજોરુની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતોને સારો એવો ફાયદો કરાવ્યો છે. બીજોરૂ એક એવું ફળ છે કે જેનો સીધો ઉપયોગ થઈ શકતો નથી. તેથી તે આમ પ્રજામાં પ્રચલિત નથી. પણ કચ્છમાં પરંપરાગત રીતે જંગલી બીજારોની જાત છે તેનો ઉપયોગ કચ્છના લોકો કરે છે.
કચ્છમાં પરંપરાગત રીતે બીજારોના અથાણા બનાવતા હતા. પણ આ ખેડૂત પુત્રએ ખેડૂતોને સંગઠિત કરીને તેની ખેતી કરાવી અને અનેક વસ્તુઓ બનાવીને તેની ખપત વધારીને ખેતીને મજબૂત કરી છે. 20 ખેડૂતોનું એક જૂથ બનાવીને તેમને બીજોરાની ખેતી કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેથી આજે 100 વીઘામાં તેની ખેતી થઈ રહી છે. આ ગોવિંદભાઈના કારણે શક્ય બન્યું છે.
બીજોરાના છુટાછવાયા ઝાડ ભારતમાં ઘણાં ઘરોમાં કે ખેતરોમાં છે. પણ તેની ખેતી આખા ભારતમાં ક્યાંય થતી ન હતી. તેથી કચ્છમાં ખેતી થવા લાગી છે. બજાર કરતાં 20 ટકા ઉંચા ભાવે આ ખેડૂતો પાસેથી તમામ માલ ગોવિંગભાઈ ખરીદી લે છે. તેનો પ્રોસેસ કરે છે.
કચ્છના ખેડૂતોએ બીજોરાને વાઈલ્ડ વેરાયટી રહેવા દીધી છે. તેને સંકર જાતમાં ફેરવી નથી. તેથી તેનું ઔષધીય મૂલ્ય સૌથી વધારે છે. તેની કલમી ખેતી લીંબુ સાથે મળવીને થઈ શકે છે. પણ એવું કચ્છના ખેડૂતોએ કર્યું નથી. ખેડૂતો તેની સંકર જાત વિકસાવવા માંગતા નથી. તેને અસલી રીતે જ જાળવી રાખવા માંગે છે. કારણ કે, તો જ દવા તરીકે તે જાળવી શકાશે.
કચ્છમાં પેઢીઓથી બીજોરાનું આ માટે ઉપયોગ કરતાં આવ્યા છે. હવે તેને વેપારી મૂલ્ય બનાવી દઈને ગુજરાત બહાર મોકલી રહ્યાં છે. પથરીના લોકો માટે પીણું બનાવીને તેને બોટલ પેકીંગમાં વેચે છે. તેની સારી એવી માંગ છે.
ગોવિંદ પટેલ કહે છે કે, અમે ખાંડ સાથે તેની કેન્ડી બનાવી છે. જે ગેસ, એસીડીટી માત્ર 5 મીનીટમાં શાંત કરી દે છે. મરડો, કિડની પથરી, કબજિયાતમાં કામ આવે છે. જેથી તેની ખપત વધી છે.
પાચનતંત્રની કોઈ પણ તકલીફ માટે બીજોરૂ સર્વશ્રેષ્ઠ જણાયું છે એવું ગોવિંદભાઈ માની રહ્યાં છે.
એક એકરે 300થી 400 ઝાડ હોય છે. એક ઝાડ પર વર્ષમાં 50થી 60 કિલો ફળ આવે છે. જે કિલોના રૂ. 25ના ભાવે ગોવિંદભાઈ 20 ખેડૂતો પાસેથી ખરીદી લે છે. વૃક્ષો તેમે વાવો અમે તેના તમામ ફળ ખરીદી લઈશું એવી ખાતરી ગોવિંદભાઈ આપે છે.
બીજોરૂ જંગલી જાનવર ખાતું નથી. કોઈ ચોરી કરી શકતું નથી.
બીજોરૂ
ત્રણ વર્ષમાં ફળ આપે છે. પડતર જમીનમાં થઈ શકે છે. બીજોરા ફળ લીંબુની જાતનું જાડી છાલ ધરાવતું મોટું ફળ છે. જે ખાટું સુગંધિત ફળ છે. બીજોરાની ખેતી કચ્છમાં થવા લાગી છે. જાડી આંતર છાલમાં મળતા ઓગળી જનાર તંતુ (પેક્ટીન) માટે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઘણી માંગ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છાલ અને સૂકો ગર જે પેશીઓ વચ્ચેનો સફેદ ભાગ કે અંતર છાલ છે તેની સારી માંગ છે. કારણ કે તે એસિડિટી અને પથરીની દવા બનાવવા માટે વિશ્વમાં શ્રેષ્ઠ કુદરતી ઉપચાર મનાય છે. ફળનું ચૂર્ણ 100થી 1200 રૂપિયા કિલોના ભાવે ખેડૂતો વેચી શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી મહત્વનો પાક છે. રસમાં વિટામિન સી છે. બીજોરાનો રસ નહીં પણ તેની જાડી છાલનો ખાવામાં ઉપયોગ થાય છે. છાલ અને પેશી ઓ વચ્ચેનો સફેદ ભાગ કે અંતર છાલનો પણ ઉપયોગ થાય છે. બીજોરા એટલે ગધા લીંબુ કહે છે. પથરીના રોગ માટે અકસીર દવા મનાય છે. બીજોરાને પથરી ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
3 વર્ષમાં ફળ આવે છે. મીઠા ફળનું બીજોરું લાલ અને ગુલાબી રંગનું હોય છે. બીજોરું વૃક્ષ મધ્યમ કાળના ઝાડીદાર વૃક્ષ હોય છે. તેના પાંદડા મોટા, પહોળા અને લાંબા હોય છે. ફૂલ સફેદ રંગના તથા સુગંધિત હોય છે. તેના ફળ ગોળ, આગળના ભાગમાં ઉભાર યુક્ત તથા વધારે બીજવાળા હોય છે.
સંસ્કૃતમાં બીજપુર કહે છે. પૌષ્ટિક છે.
આકારમાં વિવિધતા છે.
કલમી ખેતી
બીજોરાના છોડ સાથે લીંબુની કલમ જોડી અને બીજારાના કલમી રોપા તૈયાર કરી શકાય છે.
સાઈટ્રસ મેડિકાની 4 પ્રજાતિ પૈકીની એક છે. અંગ્રેજી નામ “સિટ્રોન” અથવા “સિટ્રન” (citron) છે.
રસહીન ફળ
ગર સૂકો હોય છે. તેમાં બહુ રસ હોતો નથી. બીજોરાનો રસ વાપરવામાં આવતો નથી. બીજોરાનો રસ નહીં પણ તેની જાડી છાલનો ખાવામાં ઉપયોગ થાય છે.
સુગંધની કમાણી
સદીઓ સુધી બીજોરાના ફળની છાલમાંના સુગંધી તેલનો ઉપયોગ અત્તર તરીકે થતો આવ્યો છે. લીમોનીની તેનું મુખ્ય ઘટક હોય છે. બાહ્ય છાલમાં રહેલ સુગંધ (zest) મેળવવા થાય છે. છાલમાંથી નીકળતું તેલ પ્રતિજૈવિક માનવામાં આવે છે. તેથી સુગંધની ખેતી પણ કહે છે.
ગર
ગરનું પ્રમાણ વધુ છે. તેનો ગર મોટે ભાગે અમ્લીય હોય છે ક્યારેક મીઠો પણ હોય છે.
ગર અથાણું અને કેન્ડી બનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છાલ અને સૂકો ગર જે પેશીઓ વચ્ચેનો સફેદ ભાગ કે અંતર છાલ છે તેની સારી માંગ છે.
છાલ
ફળની છાલ ચામડા જેવી, કરચલી વાળી અને ચીટકેલી હોય છે. બાહ્ય છાલ જાડી અને સુગંધી હોય છે.
અંત:છાલ જાડી, સફેદ અને સખત હોય છે. ફળની છાલ નાની નાની ખરબચડી વાળી મોટી, સુગંધિત તથા સ્વાદમાં કડવી કડવી હોય છે.
બાંગ્લાદેશમાં 12 પ્રજાતિ છે. જ્યાં ઉપયોગ ખાટાં ફળ તરીકે થાય છે.
કચ્છી અથાણું
કચ્છનું પ્રખ્યાત બીજોરા અથાણું અનેક રોગોમાં ઉપયોગી છે. ઉપરાંત જામ બની શકે છે.
ભારતમાં ગુજરાતના કચ્છ વિસ્તારમાં બીજોરાના ફળને છાલ સહિત ચીરી કરી તેને આથી, ગોળ અને મસાલા ભેળવી, અથાણું બનાવવામાં આવે છે.
પકવાન
બીજોરાની છાલ અને ગર કાઢી અને સાકરમાં પકવીને કેન્ડી પણ બનાવવામાં આવે છે. સાકરની ચાસણી ઉમેરી સક્કેડ નામની કેન્ડી બનાવવા માટે થાય છે.
છાલ અને ગરને ખાંડ સાથે પકાવીને ઘણી ચીજ બનાવી શકાય છે.
જામ – કેક
યુનાઇટેડ સ્ટેટ્સમાં હોલીડે ફ્રુટ કેક બનાવવા બીજોરા મહત્વનું ઘટક છે.
વાઈન સાથે અપાયેલો બીજોરાનો રસ, અસરકારક વિષ નિવારક મનાતો રહ્યો છે.
શરબત
બિજોરાનું શરબત સેરું બને છે.
ઔષધીય
પ્રાચીન કાળથી બીજોરાનો ઉપયોગ ઔષધી તરીકે થતો રહ્યો છે. કૃમિનાશક, ભૂખ લગાડનાર, શક્તિવર્ધક, ખાંસી, સંધિવા, ઊલટી, વાત, ત્વચાના રોગ, નબળી દૃષ્ટિના ઇલાજ, દરિયાઈ માંદગી, ફેફસાંની બિમારી, આંતરડાના દુખાવા, સ્કર્વી, પેઢાનો રોગ, ઉબકા, ઊલટી, વધુ પડતી તરસમાં વપરાય છે. કોરિયામાં અપચો, ખાંસી, નશો ઉતારવા યુજાચા નામની હર્બલ ચા બનાવવા માટે બીજોરા વપરાય છે.
અંકલેશ્વર
અંકલેશ્વરના કાંસીયા ગામના ખેડૂત બીજોરૂની ખેતી કરે છે.
પોરબંદર
પોરબંદરના બરડા ડુંગરની નીચે આવેલા હનુમાનગઢ ગામમાં ખેડૂત રામશીભાઈ વરાંગીયા બીજોરાના બગીચાની ખેતી કરે છે.
પથરી ઓગળી શકે
રસ કે છાલ પથરીનો ઈલાજ થાય છે. પથરી ગળાઈને બહાર નીકળી જાય છે. આ લીંબુમાં રહેલા ગુણો કિડનીની પથરીને ઓગાળવામાં મદદરૂપ છે. તેનું સેવન કરવાથી કિડનીની પથરી પેશાબ સાથે ઓગળી જાય છે અને બહાર આવવા લાગે છે. બીજોરા લીંબુમાં મળતું સાઇટ્રિક એસિડ પથરીના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. રસમાં સિંધવ મીઠું ભેળવીને પથરીથી પીડિત દર્દીને આપવાથી ખૂબ જ ફાયદો થાય છે.
એસીડીટી
એસિડીટીમાં શ્રેષ્ઠ છે. જેને એસિડિટી હોય તેમને આ ફળ અમૃત ફળનું કામ કરે છે.
રોગમાં ઉપચાર
મૂળની છાલ ઘીમાં ભેળવી લેવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
બીજોરાના ફળના રસના બે ટીંપા કાનમાં નાખવાથી કાનના દર્દથી આરામ મળે છે.
ફૂલના પુંકેસર સાથે સિંધવ મીઠું તથા કાળા મરીનું ચૂર્ણ ભેળવીને ગોળી બનાવીને ચૂસવાથી મોઢાની ગાંઠ, મોઢાની જડતા વગેરે મોઢા સંબંધી રોગોથી આરામ મળે છે.
દર્દમાં 1 થી 2 ગ્રામ મૂળના ચૂર્ણને ઘી સાથે મેળવી લેવાય છે.
પાંદડાને ગરમ કરીને પીડા યુક્ત સ્થાનો પર બાંધવાથી લાભ થાય છે.
બીજોરાના બીજને દૂધમાં પકાવીને, 1 ચમચી ઘી ભેળવીને માસિક સ્ત્રાવના ચોથા દિવસથી દરરોજ સવારે અને સાંજે 15 દિવસ પીવાથી ગર્ભ ધારણ થઈ શકે છે.
વાઈમાં નગોડ અને બીજોરું વપરાય છે.
પાચનક્રિયામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ભૂખ પણ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે.