ચાર વખતની ઓલિમ્પિક્સ ચેમ્પિયન અને 14 વારની વર્લ્ડ ચેમ્પિયન જીમ્નાસ્ટ સિમાના બાઇલ્સે કાન્સાસ સિટીમાં યોજાયેલી યુએસ જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં બેલેન્સ બારમાં ડબલ ટિ્વસ્ટિંગ સાથે હવામાં ડબલ ગુલાંટ મારીને નીચે ઉતરનારી વિશ્વની પહેલી જીમ્નાસ્ટ બનીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ બાઇલ્સે છઠ્ઠીવાર અમેરિકન જીમ્નાસ્ટ ચેમ્પિયનશિપ જીતી લઇને 71 વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી હતી. આ પહેલા 1952માં ક્લેરા સ્કોર્થ છ વાર ચેમ્પિયન બની હતી.
22 વર્ષની બાઇલ્સે બીમની ઉપર જે સરળતાથી ડબલ કે ત્રિપલ ટિ્વસ્ટિંગ કરીને સાવ જ સરળતાથી ડબલ ગુલાંટ લઇને બાર પરથી નીચે લેન્ડિંગ કર્યું હતું તે ખરેખર અસરકારક હતું. જો કે ફ્લોર પર ત્રિપલ ડબલનો તેનો પ્રયાસ ફેલ ગયો હતો, જો એમ થયું હોત તો તેનો પણ એક અલગ જ ઇતિહાસ રચાયો હોત. બાઇલ્સ ફ્લોર રૂટીન દરમિયાન ટ્રિપલ ટ્વિસ્ટીંગ અને ડબલ બેક એટેમ્પ્ટ સાથે લેન્ડ કર્યુ હતું.