ક્રિકેટમાં સેન્સરવાળી બેટ પછી હવે માઇક્રોચિપ્સવાળો બોલ આવી રહ્યો છે. અહેવાલો અનુસાર માઇક્રોચીપ્સવાળો આ બોલ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગ બેશ ટી-20 લીગ દરમિયાન ઉપયોગમાં લેવાશે. બોલ નિર્માતા ઓસ્ટ્રેલિયન કંપની કુકાબુરા તેને અસલિયતના વાઘા પહેરાવવા માટે તૈયારી કરી ચુકી છે. ઘણી બધી ખુબીઓ ધરાવતા આ બોલને સ્માર્ટબોલ કહેવામાં આવે છે. અહીં એ નોંધ કરવાની કે વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરે સેન્સરવાળી બેટનો ઉપયોગ કર્યો હતો.
નાઇન ન્યુઝ મેલબોર્નના જણાવ્યા અનુસાર ક્રિકેટના સૌથી અનિશ્ચિત વિકાસોમાંથી એકનો ખુલાસો લોર્ડસમાં થશે, જ્યાં ઓસ્ટ્રેલિયન ટીમ એશિઝની બીજી ટેસ્ટની તૈયારી કરી રહી છે. તેમના દ્વારા વધુમાં જણાવાયું હતું કે કુકાબુરાએ રિયલ ટાઇમ ડેટા મેળવવા માટે બોલમાં એક માઇક્રોચિપ્સ લગાવી છે, જેને સ્માર્ટબોલ પણ કહેવામાં આવે છે.
બોલ કેવી રીતે ખાસ બની જશે?
એવું કહેવામાં આવે છે કે આ બોલ એક ટ્રેકરથી સજ્જ હોય છે. જે ડિલીવરી કરતાંની સાથે જ ડેટા પ્રદાન કરે છે. જેમાં રિલીઝ પોઇન્ટ પર સ્પીડ મેટ્રિક્સ, પ્રી બાઉન્સ અને પોસ્ટ બાઉન્સ સામેલ છે. આ બોલ આવ્યા પછી અમ્પાયરને ડિીઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં મદદ મળશે. આ બોલ આવવાથી શંકાસ્પદ સ્થિતિમાં બેટ અથવા તો પેડના ઉદાહરણમાં બોલ ક્યાં વાગ્યો તે પોઇન્ટને નિશ્ચિત કરી શકાશે, જેના કારણે સ્પિન બોલિંગ દરમિયાન ડિસીઝન લેવામાં મદદ મળશે અને નિર્ણય પણ સચોટ રહેવાની સંભાવના છે.