Bad habits hit by age 36: સ્વસ્થ જીવન માટે સારા નિયમો જરૂરી, ખોટી ટેવો શરીર પર કેટલી ઉંમરે અસર કરવાનું શરૂ કરે છે?
Bad habits hit by age 36: સ્વસ્થ જીવન જીવી શકાય તે માટે શિસ્ત અને નિયમિતતા ખૂબ જરૂરી છે. દુર્ભાગ્યથી, આજે ઘણા લોકો ધૂમ્રપાન, દારૂનું સેવન અને કસરતના અભાવ જેવી ખરાબ ટેવો તરફ વળે છે. આવા વલણ લાંબાગાળે શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચાડે છે. પરંતુ આ નુકસાન કઈ ઉંમરથી દેખાવા લાગે છે એ સવાલ આજે પણ ઘણા લોકો માટે રહસ્યમય છે.
અનોખું સંશોધન: જીવનશૈલી અને તેનું શરીર પર પડતા અસરોનું 61 વર્ષ સુધી નિરીક્ષણ
વૈજ્ઞાનિકોની એક ટીમે 1959 બાદ જન્મેલા લોકોનું લાંબાગાળું નિરીક્ષણ કર્યું, જેમાં 61 વર્ષની ઉંમર સુધી તેમની જીવનશૈલી અને આરોગ્યના ડેટાનો અભ્યાસ કર્યો. આ અભ્યાસના પરિણામોમાં જણાયું કે જે લોકો નિયમિત ધૂમ્રપાન કરે છે, દારૂ પીવે છે અને વ્યાયામથી દૂર રહે છે તેઓને શારીરિક બીમારીઓ કે ડિપ્રેશન થવાની સંભાવના વધી જાય છે — અને આ અસરો લગભગ 36 વર્ષની ઉંમરથી દેખાવા લાગે છે.
શરુઆત તેટલી વહેલી થાય છે!
ફિનલેન્ડ સ્થિત લોરિયા યુનિવર્સિટીના ડૉ. ટિયા કેકાલેનેન કહે છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની શરૂઆત ટાળવામાં આવે તો નકારાત્મક અસરોથી બચવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેમનો મત છે કે આવી ખરાબ ટેવોને જીવનમાંથી વહેલા દૂર કરવામાં આવે તો લાંબાગાળે તેનો ઘણો ફાયદો થઈ શકે છે.
આળસ અને અનિયમિતતા: મોટાં રોગોનું મુખ્ય કારણ
આ અભ્યાસ દર્શાવે છે કે ધીમે ધીમે શારીરિક ગતિવિધીનો અભાવ, અપ્રીય ટેવો અને બિનનિયમિત જીવનશૈલી હૃદયરોગ, કેન્સર અને માનસિક સમસ્યાઓ તરફ દોરી શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ પ્રકારની ટેવો જ્યારે 36 વર્ષ પહેલા છોડી દેવામાં આવે ત્યારે વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય વધુ સારું રહે છે.
દુષ્ટ ચક્રમાંથી બહાર આવવું છે તો સમય રહેતાં પગલાં લેવાં જરૂરી છે
અભ્યાસમાં આ પણ જાણવા મળ્યું કે જે લોકો પહેલેથી ડિપ્રેશન અથવા નબળા સ્વાસ્થ્યથી પીડાતા હોય તેઓ ખરાબ ટેવો અપનાવવાની શક્યતા વધુ ધરાવે છે. અને આ ટેવો પોતે તેમનાં સ્વાસ્થ્યને વધુ ખરાબ બનાવે છે, જેને કારણે એ એક દુષ્ટ ચક્ર બની જાય છે.
આ સંશોધન 1950-60ના દાયકામાં જન્મેલા લોકો પર આધારિત છે, તેથી આજની નવી પેઢી માટે પરિસ્થિતિઓ થોડી જુદી હોઈ શકે છે. તેમ છતાં, સંદેશ સાફ છે — યોગ્ય સમય પર જીવનશૈલીમાં બદલાવ લાવવાથી લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.