Train Passenger Allegedly Died By Police Beating: ટ્રેનમાં મુસાફરનું મૃત્યુ, વીડિયો બાદ દાવો- પોલીસના મારથી મોત, GRP-SPએ સ્પષ્ટતા આપી
Train Passenger Allegedly Died By Police Beating: ટ્રેનના ફ્લોર પર પડેલા એક મુસાફરના વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો કે તેને પોલીસકર્મી દ્વારા થપ્પડ મારવામાં આવ્યો હતો અને તેના કારણે તેની મૌત થઇ હતી. મુસાફરના પુત્રે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેના બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો.
તેમ છતાં, આગ્રાની રેલવે પોલીસ (GRP) તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે કે વીડિયોમાં કરાયેલા દાવા ખોટા છે. GRPના SPએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે 22 એપ્રિલ 2025ના રોજ બનેલી ઘટનામાં મૃતક રામદયાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યાં નથી. રિપોર્ટ મુજબ, તેમનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. હાલ આ કેસની વધુ તપાસ ચાલુ છે.
ट्रेन के जनरल कोच की गेट पर बैठ रामदयाल ने बीड़ी सुलगा ली, जिसके बाद ट्रेन में मौजूद पुलिसकर्मियों ने इन्हें इतना मारा कि मौत हो गई. 50 वर्षीय रामदयाल मजदूर थे, ये टीमकगढ़ से दिल्ली मजदूरी करने जा रहे थे. pic.twitter.com/DzOiLOQ1GX
— Priya singh (@priyarajputlive) April 24, 2025
વિડિયોમાં રામદયાલના પુત્ર તરીકે ઓળખાતા યુવાને દાવો કર્યો હતો કે તેના પિતાને એક પોલીસકર્મીએ થપ્પડ મારી હતી, જેના કારણે તેઓ બોલી શકતા નથી અને તેમની સ્થિતિ નાજુક છે. વીડિયોની અંદર તે અન્ય મુસાફરોને પણ પૂછવા માટે કહે છે અને વધુમાં જણાવે છે કે હુમલો કરનાર પોલીસકર્મી વોશરૂમ ગયો છે. આ વીડિયો 36 સેકન્ડનો છે અને ઘણી ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
@priyarajputlive નામના યુઝરે આ વીડિયો X પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે રામદયાલ, જે ટીકમગઢથી દિલ્હી જઈ રહ્યો હતો અને ટ્રેનના જનરલ કોચના દરવાજા પાસે બીડી પી રહ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો. યુઝરના દાવા પ્રમાણે, તેની હત્યા થઇ હતી.
उक्त घटना दिनांक 22.04.25 की है।उक्त प्रकरण में मृतक का पोस्ट मार्टम कराया गया तो प्राप्त रिपोर्ट में शरीर पे किसी भी प्रकार के चोटों के निशान नहीं है पोस्टमार्टम रिपोर्ट के अनुसार मृत्यु का कारण हृदयाघात (heart attack) होना पाया गया है। अग्रिम विधिक कार्यवाही/जांच प्रचलित है।
— SP GRP AGRA (@spgrpagra) April 24, 2025
આ વીડિયો 3.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 4,500થી વધુ લાઇક્સ મળ્યા છે. 200થી વધુ કોમેન્ટ્સમાં લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. ઘણા યુઝર્સે ભારતની પોલીસ વ્યવસ્થાની ટીકા કરી છે અને ગુસ્સા સાથે જણાવ્યું છે કે ગરીબી એક સૌથી મોટો ગુનો બની ગઈ છે.
આ ઘટનાને લઇને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને લોકો હકીકત જાણવા માટે આતુર છે. તેમ છતાં, GRP-SPએ ટુંકમાં વાત પુરી કરી છે કે મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે અને કોઈ શારીરિક હિંસા ના નિશાન મળ્યા નથી.