Azlan Shah Cup 2025: પાકિસ્તાનને હોકી ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો શરમજનક ફૈસલો: ઋણ ચુકવવામાં નિષ્ફળ રહી હોવાના કારણે આમંત્રણ ન મળ્યું
Azlan Shah Cup 2025 પાકિસ્તાની હોકી ટીમને મોટો આઘાત પહોંચ્યો છે. મલેશિયામાં યોજાનારા સુપ્રસિદ્ધ સુલતાન અઝલાન શાહ કપ 2025 માટે પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ ટુર્નામેન્ટ 22થી 29 નવેમ્બર સુધી રમાશે અને તેમાં ભારત, જર્મની, બેલ્જિયમ, કેનેડા, આયર્લેન્ડ અને યજમાન મલેશિયા ભાગ લેશે. પરંતુ ઐતિહાસિક રીતે સફળ રહેલી પાકિસ્તાની ટીમનું નામ આમંત્રણ યાદીમાં નથી.
વિવાદ શું છે?
એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF) ઓક્ટોબર 2023માં મલેશિયામાં રમાયેલી હોકી ટૂર્નામેન્ટ દરમ્યાન ખર્ચેલી રકમ ચૂકવી શકી નથી. US $10,349 (આશરે ₹8.83 લાખ) જેટલી રકમ હજુ સુધી જોહર હોકી એસોસિએશન પાસે બાકી છે. ટૂર્નામેન્ટ દરમિયાન PHFના કેટલાક અધિકારીઓએ વૈભવી હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરાવી હતી, જેનો ખર્ચ જાતે જ ભાળવાનો હતો, પણ તેમણે ચુકવણી ન કરી.
મલેશિયન હોકી એસોસિએશનની તદ્દન સખત સ્થિતિ
જોહર હોકી એસોસિએશનએ હવે મલેશિયન હોકી એસોસિએશન સમક્ષ ફરિયાદ દાખલ કરી છે અને ચેતવણી આપી છે કે જો ચુકવણી ઝડપથી નહીં થાય તો તેઓ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) સમક્ષ પણ પગલાં લઈ શકે છે.
આર્થિક સંકટ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પર દાગ
પાકિસ્તાન માટે આ માત્ર એક રમતગમતની સઝા નથી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિષ્ઠા માટે મોટો ઘાત છે. ક્રિકેટમાં સતત ખરાબ પ્રદર્શન માટે પહેલાંથી જ દેશની ટીકા થઈ રહી છે અને હવે હોકીમાં પણ નાણાકીય અવ્યવસ્થા તેનો ભંડાફોડ કરી રહી છે.
ભારત ટૂર્નામેન્ટનો સૌથી સફળ દેશ
આ ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધીમાં 5 વખત વિજયી રહી ચુક્યું છે અને 2025માં પણ તેની હાજરી નોંધાવશે. પાકિસ્તાનની ગેરહાજરીથી ટૂર્નામેન્ટમાં એક ઐતિહાસિક રાઇવલરી પણ જોવા નહીં મળે.