Boy found father marksheet video: પિતાની જૂની માર્કશીટ જોઈ દીકરો ચોંકી ગયો, વીડિયો થયો વાયરલ
Boy found father marksheet video: જેમ બાળકોને હંમેશા એ ડર રહે છે કે પિતા માર્કશીટ જોઈને ભડકી ન જાય, તેવી જ રીતે પિતાને પણ એક દિવસ એવો ડર લાગ્યો જ્યારે દીકરાએ તેમની જૂની માર્કશીટ શોધી કાઢી! તાજેતરમાં સોશિયલ મીડિયામાં એવો જ એક રસપ્રદ અને મજેદાર વીડિયો વાયરલ થયો છે જેમાં એક દીકરો પોતાના પિતાની 1990ની માર્કશીટ બતાવે છે અને કહે છે કે “પાપા પોતે બધા વિષયોમાં નાપાસ થયા છે અને મને રોજ પાસ થવા માટે બૂમો પાડે છે!”
આ વીડિયો @desi_bhayo88 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં છોકરો હાસ્યભર્યા અંદાજમાં કહે છે કે, “મારું પરિણામ 60% આવ્યું તો પણ માર પડ્યો, પણ પપ્પાને જોજો, ધોરણ 10માં એકપણ વિષયમાં પાસ ન થયા!” એમ કહીને છોકરાએ પિતાની જૂની માર્કશીટ કેમેરા સામે બતાવી. માર્કશીટમાં દરેક વિષયમાં ‘F’ દેખાય છે.
આ વીડિયો વાઈરલ થતાં સોશિયલ મીડિયામાં મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકોએ હાસ્યમાં લઈ મઝાક ઉડાવી, તો કેટલાકે દીકરાની નિંદા કરતાં કહ્યું કે, “તારા પપ્પાએ જિંદગીને અનુભવથી સમજાવી છે. એ નહીં ઈચ્છતા કે તું પણ એમની ભૂલો દોહરાવે. શિક્ષા લો.”
Pitaji ki marksheet mil gayi pic.twitter.com/3dXn0yKJh1
— Desi Bhayo (@desi_bhayo88) April 19, 2024
એક યુઝરે લખ્યું, “પપ્પાએ અનુભવથી સફળતા મેળવી છે. હવે તે ઈચ્છે છે કે દીકરો વિજ્ઞાનથી સફળ બને.”
આ વીડિયો 4 લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે અને સતત શેર થઈ રહ્યો છે.
વિડીયો મજાક માટે બનાવવામાં આવ્યો છે કે વાસ્તવિકતા છે, તે અંગે સ્પષ્ટતા નથી, પણ લોકો માટે હાસ્યનો અવિરત સ્ત્રોત બની રહ્યો છે.