Arijit Singh નું સંગીતસફર: રિયાલિટી શોમાં હારેલા ગાયકથી ઇન્ડસ્ટ્રીના રાજા સુધી.
Arijit Singh આજે એવા ગાયક છે જેમનું નામ દરેક ઘરમાં સંભળાય છે. તેમની મીઠી અને ભાવનાત્મક અવાજે કરોડો દિલ જીતી લીધાં છે. પણ આ સફળતા પાછળ એક લાંબો અને મુશ્કેલ સંઘર્ષ છુપાયેલો છે.
રિયાલિટી શોથી શરૂઆત
અરિજીતે 18 વર્ષની ઉંમરે રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં ભાગ લીધો હતો. તેઓ આ શો જીતી શક્યા નહી અને છઠ્ઠા સ્થાન પર રહ્યા. બાદમાં તેઓ ‘10 કે 10 લે ગયા દિલ’માં પણ નજર આવ્યા અને આ શોમાં વિજેતા બન્યા. તેમને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું અને તેણે પોતાનું સ્ટુડિયો શરૂ કર્યું.
બોલીવૂડમાં શરૂઆતમાં પડકારો
સ્ટુડિયો હોવા છતાં પણ અરિજીતને તે સફળતા ન મળી શકી જેને તેઓ શોધી રહ્યા હતા. તેમને ફિલ્મ ‘સાવરિયા’માં “યું શબનમી” ગીત ગાવાનું મોકો મળ્યો હતો, પણ આ ગીત રિજેક્ટ થયું. ત્યારબાદ તેમનો મ્યૂઝિક એલ્બમ પણ રિલીઝ થયો નહી.
મુંબઈમાં પગદાપણ અને બદલાતી કિસ્મત
2006માં અરિજીત મુંબઈ આવ્યા અને સંઘર્ષ કરતા કરતા અંતે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું. ફિલ્મ મર્ડર 2 માટે ગાયું ગીત ફિર મોહબ્બત થકી તેમને પહેલું મોટું ધ્યાન મળ્યું. પરંતુ 2013માં આશિકી 2નું ગીત તુમ હી હો રિલીઝ થયું અને એ પછી તેઓ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના રાજા બની ગયા.
આજે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે
આજના સમયમાં Arijit Singh ના દરેક ગીતો ચાહકોના દિલમાં Raj કરે છે – ફિર ભી તુમકો ચાહુંગા, પલ, પછતાવોગે, ખૈરિયત, સોચ ના સકે, હમારી અધૂરી કહાની જેવા ઘણા ગીતો ખૂબ લોકપ્રિય થયા છે.
અરિજીત સિંહની સફર એ સિખવે છે કે જિંદગીમાં જો લાગણીપૂર્વક મહેનત કરવામાં આવે અને સપનાને જીવંત રાખવામાં આવે, તો સફળતા ચોક્કસ મળે છે.