FWICE એ લીધો મોટો પગલોઃ પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ) એ એક મોટું નિવેદન આપીને જણાવ્યું છે કે હવે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ રહેશે.
દેશ માં ઉગ્ર રોષ, ન્યાયની માંગ
પહેલગામમાં જે દહેશતવાદી હુમલો થયો એમાં નિર્દોષ લોકોના મોત થયા છે, જેના કારણે આખો દેશ ગુસ્સે છે. ભારતે હવે પાકિસ્તાન સામે સખત વલણ અપનાવ્યું છે.
Fawad Khan અને Haniya Aamir એ વ્યથા વ્યક્ત કરી
આ ઘટના બાદ કેટલાક પાકિસ્તાની કલાકારોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. અભિનેત્રી Haniya Aamir કહ્યું કે, “હાદસો ક્યાંયે પણ થાય, એ દરેક માટે દુઃખદ છે.” જ્યારે ફવાદ ખાને આ હુમલાની નિંદા કરી અને તેને ઘૃણાસ્પદ ગણાવ્યો.
FWICEનું ઓફિશિયલ એલાન
FWICEના ચીફ એડવાઇઝર Ashok Pandit બુધવારે જાહેર કર્યું કે હવે કોઈ પણ ભારતીય કલાકાર, ગાયક કે ટેકનિશિયન પાકિસ્તાની કલાકાર કે ટેકનિશિયન સાથે કામ નહિ કરે. આ નિર્ણય પહેલગામ હુમલા પછી લેવામાં આવ્યો છે.
‘Abir Gulaal’ ફિલ્મ પણ અસરગ્રસ્ત
FWICEએ સ્પષ્ટ કર્યું છે કે ફવાદ ખાનની આવનારી ફિલ્મ અબીર ગુલાલ પણ આ નિર્ણય હેઠળ આવે છે. આ ફિલ્મ 9 મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે એની રિલીઝ શંકાસ્પદ બની ગઈ છે.