Vaani Kapoor: અબીર ગુલાલ’ના વિવાદ વચ્ચે અભિનેત્રી એ તોડી ચૂપ્પી, કહ્યું – તબાહ થઇ ગઈ છું.
જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. નિર્દોષ પ્રવાસીઓના નરસંહાર પછી સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે. આવી ગંભીર સ્થિતિ વચ્ચે બોલીવૂડ અભિનેત્રી Vaani Kapoor તેની આવનારી ફિલ્મ ‘અબીર ગુલાલ’ ને લઈને ભારે ટ્રોલિંગનો સામનો કરી રહી છે, કેમ કે તે ફિલ્મમાં પાકિસ્તાનના અભિનેતા ફવાદ ખાન સાથે જોવા મળશે.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વ્યક્ત કરી દુઃખભાવના
વાણી કપૂરે આ સમગ્ર ઘટનાની પીડાને વ્યક્ત કરતી પોસ્ટ શેર કરતાં લખ્યું: “પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા હુમલા પછી હું સ્તબ્ધ છું, શબ્દો નથી. ખૂબ દુઃખી છું, તબાહ થઈ ગઈ છું. મારી પ્રાર્થનાઓ પીડિતોના પરિવારો સાથે છે.“
આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તેમની ફિલ્મ ‘અબીર ગુલાલ’ને લઈને સોશિયલ મીડિયામાં બહિષ્કારની માંગ તેજ થઈ છે.
Fawad Khan નું પણ નિવેદન
ફિલ્મમાં વાણી સાથે નજરે પડનારા ફવાદ ખાને પણ Instagram પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું: “પહલગામમાં થયેલા નિર્મમ હુમલાની ખબર સાંભળી ખૂબ દુઃખ થયું છે. પીડિતો અને તેમના પરિવારજનો માટે અમારી સંવેદનાઓ અને દૂઆઓ છે.“
View this post on Instagram
‘અબીર ગુલાલ’ પર વિવાદ ઉગ્ર બન્યો
9 મેના રોજ રિલીઝ થનાર ‘અબીર ગુલાલ’ ફિલ્મ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. લોકો કહી રહ્યા છે કે જ્યારે દેશ શોકમાં છે ત્યારે ભારતીય કલાકાર પાકિસ્તાની કલાકારો સાથે કામ કેમ કરી રહ્યા છે?
આ મામલે FWICE (ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ) ના અધ્યક્ષ બી.એન. તિવારીએ જણાવ્યું: “અમે આ ફિલ્મને ભારતમાં રિલીઝ થવા નહિ દઈએ. નિર્માતાઓ સામે કાર્યવાહી થશે.“