Manoj Muntashir: મોત સામે મૌન કેમ? હવે પડકારવાનો સમય – મનોજ મુંતશિર.
કશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને ઝંઝોડીને મૂકી દીધું છે. આ હુમલામાં આશરે ૨૭ નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી. આ ઘટનાએ અનેક હ્રદયોને દુખી અને ક્રોધિત કર્યા છે. બોલીવૂડના જાણીતા ગીતકાર અને લેખક Manoj Muntashir આ હુમલાની નિંદા કરતા એક તીવ્ર વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યુ કે હવે માત્ર દુઃખ વ્યક્ત કરવાથી કામ નહીં ચાલે, મજબૂત જવાબ આપવો ફરજિયાત છે.
તેમણે કહ્યું: “તમે કેટલી વાર બચી શકશો? જો આજે કશ્મીરમાં નહીં મરશો, તો કાલે મુર્શિદાબાદ કે દિલ્હીમાં મરશો. જો તમે શેર નહીં બનશો, તો તમારો નંબર પણ જલદી આવશે.” તેમણે હિન્દુઓને એક થતા હોવાની અપીલ કરી અને કહ્યું કે જો એકતા ન બતાવી શકો, તો ઘૂંટણે વળી જવાની તૈયારી રાખો.
આતંકીઓની ક્રૂરતાનો ઉલ્લેખ
Manoj Muntashir સંતોષ જગદાલે અને મંજુનાથ શિવમ વિશે પણ વાત કરી. આતંકીઓએ સંતોષને કલમા ન બોલતા આવ્યો એટલે ગોળી મારી દીધી. મંજુનાથને તેની પત્ની સમક્ષ મારવામાં આવ્યો. પત્ની પલ્લવિએ કહ્યુ કે મને પણ મારી નાખો, તો આતંકીઓએ જવાબ આપ્યો: “ના, તું જીવીને જા અને મોદીને કહેજે.”
ये वीडियो मैं कभी नहीं बनाना चाहता था!#PahalgamTerroristAttack #pahalgamattack pic.twitter.com/wtxsrvKFzk
— Manoj Muntashir Shukla (@manojmuntashir) April 23, 2025
વડાપ્રધાન મોદી પાસે બદલો લેવાની માંગ
મનોજ મુંતશિરે જણાવ્યું: “મોદીજી, તમે દેશના કરોડો હિન્દુઓના પિતા સમાન છો. હવે તમારા સંતાનોની હત્યા થઈ રહી છે. બદલો જોઈએ. પાકિસ્તાની સેનાના કપાયેલા માથા જોઈએ.” તેમણે સવાલ કર્યો કે જ્યારે ભારત વિશ્વની ચોથી મોટી સેના ધરાવે છે, તો આજે પણ આપણે શા માટે મૌન છીએ?