Ferrari Catches Fire 1 Hour After Purchase: 10 વર્ષની બચત પછી Ferrari ખરીદી, 1 કલાકમાં આગ લાગી!
Ferrari Catches Fire 1 Hour After Purchase: તમે એ ઉક્તિ તો જરૂર સાંભળી હશે: “જેમ તમે કોઈ વસ્તુને મનથી ઈચ્છો છો, આખું બ્રહ્માંડ એ મેળવવામાં મદદ કરે છે.“ પણ શું થાય જ્યારે તમારી એવી દિલી ઈચ્છા પૂર્ણ તો થાય, પણ થોડા જ સમયમાં તે તમારાથી છીનવી લેવાય?
આવી જ એક દુઃખદ ઘટના બની જાપાનના હોનકોન નામના યુવક સાથે. 33 વર્ષીય હોનકોન એક સંગીત નિર્માતા છે અને વર્ષોથી એક ખાસ કાર – Ferrari 458 Spider ના સપનામાં જીવી રહ્યો હતો. તેણે આખા 10 વર્ષ સુધી નાની-મોટી બચત કરી, દરેક યેન-પૈસા જમાવ્યા, અને આખરે 16 એપ્રિલે લગભગ ₹2.5 કરોડ (જાપાની યેનમાં)માં પોતાનું સપનું સાકાર કર્યું.
પરંતુ ખુશી ટકી માત્ર એક કલાક માટે…
કાર મળ્યા પછી, હોનકોન ખૂબ જ ઉત્સાહિત હતો. તે કાર લઈને ટોક્યોના શૂટો એક્સપ્રેસવે પર ઘેર પરત ફરતો હતો. પણ ખુશીનો એ સફર અકળ દુર્ઘટનામાં ફેરવાઈ ગયો, જ્યારે કારમાં અચાનક આગ લાગી ગઈ. હોનકોન તરત જ ગાડી રોકી અને બહાર નીકળી ગયો, પણ માત્ર 20 મિનિટમાં જ કાર સંપૂર્ણપણે આગમાં ઘેરી ગઈ અને ખાખ બની ગઈ.
વિશેષ વાત એ છે કે કાર ન તો દુર્ઘટનામાં ભટકી હતી કે ન તો કોઈ ક્રેશ થયો હતો – આગ લાગવાનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે. ફક્ત આગળનો નાનો ભાગ જ બચી ગયો, બાકી આખી કાર બળી ગઈ.
社長がフェラーリ買ったらしいから乗せてもらった1時間後に燃えた pic.twitter.com/kZq4QYgwkZ
— ポケカメン@ちょこらび (@GC5R5OGIKgV0yvz) April 16, 2025
સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
હોનકોને પોતાની આ દુઃખદ ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી, અને લખ્યું:
“ડિલિવરી બાદ ફક્ત 1 કલાકમાં જ મારી કાર બળી ગઈ. મને લાગે છે કે આખા જાપાનમાં હું પહેલો અને કદાચ એકમાત્ર વ્યક્તિ હોઇસ જેના સાથે આવું બન્યું છે!”
લોકોની પ્રતિક્રિયાઓ – દુઃખ પણ, રાહત પણ
વિડિયો અને પોસ્ટ વાયરલ થયા બાદ, ઘણા લોકો હોનકોનને સહાનુભૂતિ આપી રહ્યા છે. કેટલાએ કહ્યું કે “ફેરારી સાથે આવું થવું જ ન જોઈએ”, તો કેટલાકે રાહતની લાગણી વ્યક્ત કરી કે ઓછામાં ઓછું હોનકોન સ્વસ્થ અને સુરક્ષિત છે. કાર જતી રહી, પણ જાણ બચી.
સપનાનું સાકાર થવું અને તુરંત તૂટવું – એ પણ જિંદગીનું એક પાસું જ છે.
શું તમે આવું કંઈ સાંભળ્યું છે, જ્યાં કોઈનું સપનું બની જાય દુઃસ્વપ્ન?