Drink Water: તડકામાંથી આવતાં જ પાણી પીવું પડી શકે છે ભારે, જાણો ક્યારે અને કેવી રીતે પીવું યોગ્ય છે
Drink water ઉનાળાની કાળઝાળ ગરમીમાં તડકામાંથી ઘેર પાછા આવતા જ ઠંડું પાણી પીવાનું મન થાય છે. પણ શું તમે જાણો છો કે આ ટેવ તમને સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે? તડકામાંથી સીધા આવીને પાણી પીવાથી શરીરમાં તાપમાનનું સંતુલન ખોરવાઈ શકે છે અને તેનાથી અનેક તકલીફો ઊભી થઈ શકે છે.
શરીર પર કેમ થાય છે અસર?
તડકામાં શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે. આવી પરિસ્થિતિમાં ઠંડું અથવા વધુ પાણી તરત પીવાથી શરીર પર તાત્કાલિક આંચકો પડી શકે છે. નિષ્ણાતો કહે છે કે આથી બ્લડ પ્રેશર નીચે જતું હોય છે, ગેસ ટ્રબલ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો કે ડીહાઇડ્રેશન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ક્યારે પીવું જોઈએ પાણી?
તડકામાંથી ઘરે પાછા આવ્યા પછી ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ રાહ જોવી જોઈએ. આ સમય દરમિયાન છાયામાં બેસીને આરામ કરો, ચહેરો, હાથ અને પગ સાદા પાણીથી ધોઈ લો. જ્યારે શરીર થોડી ઠંડક અનુભવે, ત્યારે ધીમે ધીમે થોડું પાણી પીવું શ્રેષ્ઠ છે. એક સાથે વધારે પાણી પીવાથી ઉબકા, ચક્કર અથવા ઊલટી થવાની શક્યતા રહે છે.
કઈ સ્થિતિમાં છે વધુ ખતરનાક?
જ્યાં તડકામાં શરીર પસીનાથી ભીનું થઈ ગયું હોય અને તમે સીધું જ ઠંડું પાણી પીવો, ત્યારે હાર્ટ રેટ પર અસર થઈ શકે છે. વધુ પડતું ઠંડું પાણી પીવાથી હીટ સ્ટ્રોક કે હૃદયઘાત જેવાં ગંભીર જોખમ પણ ઊભા થઈ શકે છે. એટલે, પાણી પીવાનું પણ યોગ્ય સમય અને રીતથી જ હોવું જોઈએ.
તડકામાંથી પાછા આવ્યા પછી તરત પાણી પીવાનું ટાળો. પહેલા શરીરને થોડી શાંતિ આપો અને ત્યારબાદ પાણી ધીમે ધીમે પીવો. આરોગ્યપ્રદ જીવન માટે આ સાવચેતીઓ મહત્વપૂર્ણ છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. કોઈપણ આરોગ્યસંબંધી નિર્ણય લેવામાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.