Won Lottery Ditched Fiancé: લોટરી જીત્યા બાદ સગાઈ તોડી, હવે લગ્નમાં વિશ્વાસ નથી!
Won Lottery Ditched Fiancé: અમેરીકાની એક યુવતીએ લોટરી જીત્યા પછી જે નિર્ણય લીધો તેનાથી માનવી સ્વાર્થમાં કેટલો આગળ જઈ શકે તેનું ઉદાહરણ મળ્યું. એલિસા મોસ્લી(Alyssa Mosley) નામની આ યુવતી એક યુવક સાથે પ્રેમમાં હતી અને તેમના લગ્ન થવાના હતા. પણ વિધાન જુઓ, સગાઈના માત્ર ત્રણ દિવસ પહેલા તેણે સંબંધ તોડી નાખ્યો. કારણ હતું – લોટરી. અચાનક મળેલી સંપત્તિએ તેણીની જીંદગી અને વિચારધારા બંને બદલાઈ નાખ્યા.
એલિસાએ કોવિડ મહામારી બાદ લોટરી ટિકિટ ખરીદી હતી અને ભાગ્ય ઊભર્યું. લોટરી જીત્યા બાદ એલિસાએ શરૂઆતમાં કોઇને જણાવ્યું નહીં, પણ પછી તેણે તેના મંગેતરને આ બાબત જણાવી દીધી. જોકે, તેણે ખુદ લોટરીની રકમ જાહેર કરી નથી, પણ એટલું કહ્યું કે એ રકમ એટલી હતી કે હવે તેને 9થી 5ની નોકરી કરવાની જરૂર નહીં રહે. એ સમયે તેણે જીવનના નવા શોખ અપનાવ્યા, પોતાના માનસિક આરોગ્ય પર કામ કર્યું, અને આગળ વધતી ગઈ.
પરંતુ તમામને આશ્ચર્યમાં મૂકીને, એલિસાએ TikTok પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે જણાવ્યું કે લોટરી જીત્યા પછી તેણે પોતાના મંગેતર સાથે સગાઈ તોડી નાખી. તેણે સ્પષ્ટ કહ્યું કે હવે લગ્ન તેના માટે “મૂખ્ય મુદ્દો” નથી. મેગેઝિન સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે મોટાભાગના લોકો જીવનમાં સંતુલન મેળવવા માટે લગ્ન કરે છે, પણ તેણીને લાગે છે કે તેનું જીવન હવે પૂરતું સંતુલિત છે. તેથી તે હવે કોઈના માટે સ્થાયી થવા તૈયાર નથી.
એલિસાએ કહ્યું કે લગ્ન લોકો માટે એક પ્રકારનો “ફાંસો” છે, જે તેમને દુઃખી રાખે છે. હવે તે સ્વતંત્ર જીવન જીવવાનું પસંદ કરે છે અને પોતાનું સર્જનાત્મક કામ કરીને જીવન જીવે છે. તેનો મેસેજ સ્પષ્ટ છે – જો તમારી પાસે પૈસા હોય, તો તમારો દૃષ્ટિકોણ અને જીવન વિશેનો અભિગમ પણ બદલી શકે છે.