Pahalgam terror attack: જમ્મુ-કાશ્મીર સરકારે વળતરની જાહેરાત કરી, મૃતકોના પરિવારજનોને મળશે 10 લાખ રૂપિયા
Pahalgam terror attack જમ્મુ-કાશ્મીર સરકારે પહેલગામ આતંકી હુમલાના પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. જમ્મુ અને કાશ્મીર સરકારે બુધવારે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
જમ્મુ-કાશ્મીરના સીએમ ઉંમર અબ્દુલ્લાના કાર્યાલયે વળતરની માહિતી આપતા નિવેદન બહાર પાડ્યું છે. “ગઈકાલે પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાથી મને ખૂબ જ આઘાત અને દુ:ખ થયું છે. નિર્દોષ નાગરિકો સામેની આ બર્બરતાના આ જઘન્ય અને નિર્દયી કૃત્યને સમાજમાં કોઈ સ્થાન નથી. અમે તેની સખત નિંદા કરીએ છીએ. અમે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. પ્રિયજનોની ખોટ માટે કોઈ રકમ ભરપાઈ કરી શકતી નથી, પરંતુ કાશ્મીર સરકાર અને જામ્મુ સરકારના સમર્થન અને સહાનુભૂતિના પ્રતિક રુપે મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા, ગંભીર રીતે ઘાયલ દરેકને 2 લાખ રૂપિયા અને નાના ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.
સીએમએ કહ્યું કે પીડિતોને તેમના ઘરે પરત લઈ જવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે. અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે તેમના દુઃખમાં સહભાગી છીએ અને આ મુશ્કેલ સમયમાં એમની સાથે છીએ. પરંતુ આતંક ક્યારેય અમારો સંકલ્પ તોડશે નહીં અને જ્યાં સુધી આ બર્બરતા પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં ન આવે ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં.
અબ્દુલ્લાએ કહ્યું કે મૃતકોના મૃતદેહોને સન્માનપૂર્વક તેમના ઘરે મોકલવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અબ્દુલ્લાએ કહ્યું કે ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અમારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અમે તેમના દુઃખમાં સહભાગી છીએ અને આ મુશ્કેલ સમયમાં એમની સાથે છીએ.
દક્ષિણ કાશ્મીરના પહેલગામ શહેર નજીક ‘મીની સ્વિટ્ઝર્લેન્ડ’ તરીકે ઓળખાતા પર્યટન સ્થળ બાયસરન ખાતે મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. મૃતકોમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને નેપાળના બે વિદેશી અને બે સ્થાનિકનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ કહ્યું, “આતંકવાદ ક્યારેય અમારા સંકલ્પને તોડી શકશે નહીં. જ્યાં સુધી આ બર્બરતામાં સંડોવાયેલા લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં.