Gujarat Weather: ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજું, 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર
Gujarat Weather: ગુજરાતમાં ફરી એકવાર ગરમીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ એટલે કે 23 અને 24 એપ્રિલ સુધી રાજ્યના ઘણા ભાગોમાં તીવ્ર ગરમી અને ગરમીનું મોજું ચાલુ રહેશે.
તાપમાનમાં વધારો
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. કેટલાક શહેરોમાં તે 42 થી 44 ડિગ્રી સુધી જઈ શકે છે.
જિલ્લાઓમાં નોંધાયેલ તાપમાન (°C):
ભુજ: 41
નલિયા: 36
કંડલા (પોર્ટ): 36
કંડલા (એરપોર્ટ): 41
અમરેલી: 42
ભાવનગર: 39
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 22, 2025
દ્વારકા: 31
ઓખા: 34
પોરબંદર: 35
રાજકોટ: 42
વેરાવળ: 32
દીવ: 35
સુરેન્દ્રનગર: 41
મહુવા: 38
કેશોદ: 40
અમદાવાદ: 41
ડીસા: 40
ગાંધીનગર: 41
વલ્લભ વિદ્યાનગર: 40
વડોદરા: 40
સુરત: 38
રાહત ક્યારે મળશે?
હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ પછી એટલે કે 25 એપ્રિલથી ગરમી ધીમે ધીમે ઓછી થવાની શક્યતા છે.