Chemical-Free Life: સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ છોડ્યા પછી જીવન બદલાઈ ગયું, મહિલાની અદ્ભૂત કહાણી!
Chemical-Free Life: અત્યારના સમયની વાત કરીએ તો આપણે સૌ નાનામોટા અનેક બ્યુટી પ્રોડક્ટ્સ અને ઘર વપરાશની વસ્તુઓ પર આધારિત થઈ ગયા છીએ. છોકરીઓ હોય કે છોકરાઓ – સૌ સુંદર દેખાવા અને સ્વચ્છ રહેવા માટે અનેક બ્રાન્ડના સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ડીઓડન્ટ વગેરે વાપરે છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો કે કોઈ વ્યક્તિ વર્ષોથી આવા કોઈ પણ પ્રોડક્ટ્સ વાપર્યા વગર જીવતો હોય અને એટલું જ નહીં, પણ તેનું સ્વાસ્થ્ય સુધરી ગયું હોય? એ પણ અમુક નહીં, અનેક બીમારીઓમાંથી મુક્ત થઈને!
આવી અદ્ભૂત કહાણી છે અમેરિકાની 41 વર્ષીય મહિલા બ્રિટ્ટેની બ્લેન્ડની. બ્રિટ્ટેનીએ એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે તેણે છેલ્લા ઘણાં વર્ષોથી કોઈ પણ પ્રકારના કેમિકલ આધારિત બ્યુટી કે પર્સનલ કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો નથી – જેમ કે સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ કે ડીઓડરન્ટ – અને તેથી જ તેનું જીવન ઘણું વધારે સુખદ અને તંદુરસ્ત બની ગયું છે.
બ્રિટ્ટેની કહે છે કે 2015 સુધી તેમનું જીવન તકલીફો ભર્યું હતું. તેમને સતત શારીરિક પરેશાનીઓ રહેતી હતી, જ્યારે બે મોટી સર્જરી અને એપેન્ડિક્સનું ઓપરેશન પણ થવું પડ્યું. વર્ષો સુધી દુખદાઈ જીવન જીવ્યા પછી, 2023 માં તેમનો “એહલર્સ-ડેનલોસ સિન્ડ્રોમ” નામનો દુર્લભ રોગ થયો, જે શરીરને અંદરથી નબળું કરી નાખે છે.
ત્યાંથી બ્રિટ્ટેનીએ પોતાનું જીવન બદલી નાખવાનો નિર્ણય લીધો. તેમણે અંગ્રેજી દવાઓ છોડીને કુદરતી ઉપાયો અપનાવ્યા. શેમ્પૂના બદલે બેકિંગ સોડા અને વિનેગર, ટૂથપેસ્ટના બદલે ઘરેથી બનાવેલી પેસ્ટ અને ડીઓના બદલે મેગ્નેશિયમ આધારિત ડીઓનો ઉપયોગ શરૂ કર્યો. તેમનું કહેવું છે કે હવે તેમના વાળ વધુ સ્વસ્થ છે, દાંત મજબૂત છે અને શરીરથી દુર્ગંધ પણ નથી આવતી.
આજે બ્રિટ્ટેની અન્ય લોકોને પણ આ રીત અપનાવા પ્રેરણા આપે છે. તેમણે પોતાનું “હોલિસ્ટિક કેર” બ્રાન્ડ પણ શરૂ કર્યું છે, જેના દ્વારા તેઓ સ્વસ્થ જીવન જીવવા માટે રાસાયણિક મુક્ત ઉપાયો શેર કરે છે. તેમની કહાણી આજના સમયે એક મોટો સંદેશ આપે છે – કે ક્યારેક કુદરત તરફ વળવું એ જ સૌથી શક્તિશાળી ઉપચાર બની શકે છે.