Wedding Night Twist Video: પત્નીના ‘ટેસ્ટ’ માં પતિ થયો પાસ, પણ છેલ્લે ખુલ્યું ચોંકાવનારું સત્ય!
Wedding Night Twist Video: સોશિયલ મીડિયા પર દરરોજ અસંખ્ય વીડિયો વાયરલ થાય છે, પણ કેટલાક વીડિયોમાં એવી ઘટના હોય છે કે જે લોકોને ચોંકાવી દે છે અને જોરદાર ચર્ચાનો વિષય બની જાય છે. તાજેતરમાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં નવી દુલ્હન લગ્નની રાત્રે પોતાના પતિની ‘અજમાયશ’ લે છે – અને તેને એવી વાત કરે છે કે સાંભળીને પતિના હોશ ઉડી જાય છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નવા લગ્ન થયા છે, રૂમ સુંદર રીતે શણગારવામાં આવ્યો છે અને પતિ-પત્ની બંને પલંગ પર બેઠા છે. દુલ્હન પોતાના પતિને કહે છે, “આજે આપણો ખાસ દિવસ છે, તો કંઈક ખાસ થવું જોઈએ.” એ પછી દુલ્હન એવી વાત કરે છે કે “હું તો બિયર પીઉં છું, તમે શું લેસો ? કંઈ પણ ચાલશે આજે.” આ સાંભળીને પતિ બોલતા અટકી જાય છે. તેણે આશ્ચર્યપૂર્વક પૂછ્યું, “શું?!”
પત્ની આગળ વધીને કહે છે કે, “લગ્ન પહેલા બધા થોડુંક તો જુઠું બોલે છે ને… તું પણ એવો જ હશે એવું માની લઈએ.” પતિ ગંભીર થઈને જવાબ આપે છે કે તેણે તો ક્યારેય નશીલી વસ્તુઓ નહીં વાપરી અને એ ખરેખર સાચું બોલે છે. પોતે દારૂ કે સિગારેટ ક્યારેય નથી પીધું અને હવે પણ નહીં.
View this post on Instagram
પત્ની તેના જવાબથી ખુશ થાય છે અને ખુલાસો કરે છે કે આ બધું તો માત્ર એક ટેસ્ટ હતો. એ જોવા માગતી હતી કે પતિ કેવા પ્રકારનો વ્યક્તિ છે. બંને વચ્ચે થોડી મસ્તીભરી વાતચીત થતી રહે છે, પરંતુ ત્યારે પતિ પોતાના ખિસ્સામાંથી તમાકુ કાઢે છે અને મજાકમાં ચાવવાનું શરૂ કરે છે – અને દુલ્હનના ચહેરા પર ફરીથી આશ્ચર્ય દેખાય છે.
આ વીડિયો વર્ષા નામની ક્રિએટર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેણે અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મેળવી લીધા છે. હજારો લોકોએ લાઈક અને કોમેન્ટ કરીને પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. કેટલાકને આ વીડિયો મનોરંજક લાગ્યો, તો કેટલાકે તાત્કાલિક પ્રશ્ન ઉઠાવ્યો કે આવી વાતો જાહેરપણે કરવી યોગ્ય છે કે નહીં.
આ વિડિયો એ સાબિત કરે છે કે સોશિયલ મીડિયામાં કંઈ પણ શક્ય છે – પરંતુ સાથે એ પણ બતાવે છે કે મજાક અને મેસેજ બંને સાથે જઈ શકે છે.