Eknath Shinde ઉદ્ધવ અને રાજ સાથે આવે તો પણ, appropriate time એ જ આપશું જવાબ
Eknath Shinde મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એકસાથે આવવાની અટકળો ફરી એકવાર તીવ્ર બની રહી છે. આ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાનું મૌન તોડ્યું છે. શિંદેએ જણાવ્યું કે, “આ બંને પક્ષોનો આંતરિક મુદ્દો છે, અને હું હાલમાં આ અંગે કંઈપણ સ્પષ્ટ કહી શકતો નથી. જેવો યોગ્ય સમય આવશે, હું ચોક્કસ જવાબ આપીશ.”
શિંદેએ સ્પષ્ટપણે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે જનતાએ તેમણે પોતાનું સ્થાન બતાવી દીધું છે. “હું કહેવા માગું છું કે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૦ બેઠકો પર ઉમેદવારો ઊભા કર્યા હોવા છતાં ફક્ત ૨૦ બેઠકો જીતી શક્યા છે. બીજી તરફ, અમારી મહાયુતિ પાસે આજે 232 ધારાસભ્યો છે અને અમારી સરકાર સશક્ત રીતે કાર્ય કરી રહી છે.”
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય રહ્યા છે. બંને નેતાઓ હવે ફરી એકસાથે આવશે કે નહીં તે મુદ્દે રાજકીય વર્તુળોમાં ઉથલપાથલ છે. જોકે, શિંદેના જવાબ પરથી સ્પષ્ટ છે કે મહાયુતિ હવે પણ પોતાને મજબૂત માનતી છે અને આવા જોડાણોથી અસર થવાની શક્યતા ઓછી છે.
તેમણે રાજ્યમાં ચાલી રહેલી પાણીની સમસ્યા અંગે પણ વાત કરી. ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની અછતનું સંકટ ઊભું થયું છે. આ સંદર્ભમાં શિંદેએ કહ્યું કે, “અમે કલેક્ટર્સને સંપૂર્ણ સત્તાઓ આપી છે જેથી તેઓ તરત જ જરૂરિયાતમંદ વિસ્તારોમાં પીવાના પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરી શકે. પાણીની સમસ્યા અંગે સર્વેક્ષણ કરીને ઝડપથી પગલાં લેવાશે.”
અંતે શિંદેએ કહ્યું કે મહાયુતિ સરકાર ભવિષ્યમાં પણ સંયુક્ત રીતે ચૂંટણી લડશે અને સફળતા મેળવી દેશે. તેમના મતે, વર્તમાન તાકાત અને કાર્યપદ્ધતિએ મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિરતા અને વિકાસનો માર્ગ મોકળો કર્યો છે.