Couple buy infamous haunted house: ભૂતિયા ઘરોના ચાહકોનો ક્રેઝ, ઓસ્ટ્રેલિયન દંપતીએ બ્રિટનમાં ખરીદ્યું ડાકણોની કથાઓથી ભરેલું ઘર
Couple buy infamous haunted house: શું તમે એવું ઘર ખરીદવાની કલ્પના કરી શકો કે જ્યાં ભૂતિયા ઘટના તમારા રોજિંદા જીવનનો હિસ્સો બની જાય? ઓસ્ટ્રેલિયાની એક જુસ્સાદાર દંપતી એમી વેન અને જેરોડ કટિંગએ એવું જ કર્યું છે. એમીએ બ્રિટનમાં એવું એક ઘર ખરીદ્યું છે જે ભૂતિયા પ્રવૃત્તિઓ માટે જાણીતું છે – અને હવે તેઓ પોતે પણ આવા અનુભવોથી પસાર થઈ રહ્યાં છે.
વિશ્વભરમાં શોધી રહ્યા હતા ‘અલૌકિક’ ઘર
એમી અને જેરોડ વર્ષોથી વિશ્વના જુદા જુદા ખૂણાઓમાં આવી રહસ્યમય જગ્યાઓની મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓ આ મુલાકાતોના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. એમને એમના એક મિત્ર પાસેથી ખબર મળી કે ઇંગ્લેન્ડના એસેક્સ પ્રદેશમાં આવેલી ‘ધ કેજ’ નામની મિલકત વેચાણ માટે છે – જે ભૂતિયાં ધરોહર ધરાવતું કહેવાય છે.
ઘર પાછળની ડરામણી હકીકત
આ ઘર એક સમયે 16મી સદીમાં ડાકણો માટે બનાવવામાં આવેલી જેલ હતી. અહીં ઉર્સુલા કેમ્પ નામની મહિલાને ડાકણ ગણાવીને કેદમાં નાખવામાં આવી હતી. ત્યારબાદ તેને બે અન્ય મહિલાઓ સાથે ફાંસી આપવામાં આવી. ત્યારથી આ મિલકતમાં રહેનાર અનેક લોકો અસામાન્ય ઘટના અને અવાજનો અનુભવ કરતા રહ્યાં છે.
ઘરમાં પ્રવેશ્યા પછી શરૂ થઈ વિચિત્ર ઘટનાઓ
જેરોડ અને એમી ઘરમાં પ્રવેશ્યા ત્યારથી ધ્વનિ, અજીબ ગંધો અને વસ્તુઓ પોતાની જગ્યાએથી હટતી જોવા મળી રહી છે. એમી કહે છે કે હજુ તો ઘરનું નવનિર્માણ ચાલુ છે, પણ ઇમારત ખૂબ જૂની હોવાને કારણે આખું વાતાવરણ રહસ્યમય લાગે છે. તેઓ ઘરમાં કેમેરા લગાવીને આ paranormal પ્રવૃત્તિઓને કેદ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યાં છે.
અલૌકિક ભય માટે હોમ ડિલીવરી!
એમનો મત છે કે ભૂતિયા ઘરો ખાલી ડરાવા માટે જ નથી, પરંતુ તે આપણને ઈતિહાસ અને માનસિક શક્તિઓની નવી દુનિયા સાથે પણ પરિચય કરાવે છે. હવે આ દંપતી ધ કેજમાં પોતાનું અનોખું જીવન જીવી રહ્યું છે – જ્યાં દરેક રાત એક નવી કહાણી લઈને આવે છે.