Modi Govt 3.0 વક્ફ બિલ પછી હવે UCC? મોદી સરકાર 3.0 ના શરૂઆતના નિર્ણયોથી ભાજપ સક્રિય
Modi Govt 3.0 મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાના નિર્ણયો દ્વારા સરકારની શક્તિ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. પાર્ટીએ એવો સંકેત આપ્યો છે કે વક્ફ સુધારા બિલ પછી હવે યુનિફોર્મ સિવિલ કોડ (UCC))ના અમલની વારે છે.
ભાજપે સત્તાવાર રીતે એક વિડિયો જારી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 3.0 સરકારની સિદ્ધિઓની યાદી આપી છે. આ વિડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પૂર્વ નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે મોદી 3.0 ને “લઘુમતી સરકાર” ગણાવી હતી. ભાજપે કહ્યું કે આ સરકાર નબળી નથી, પરંતુ મજબૂત નિર્ણયો લઈ રહી છે.
https://twitter.com/BJP4India/status/1913978464996073775
વિડિયોમાં પક્ષે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓને રેખાંકિત કર્યા છે:
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ
પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ
26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાની ભારત હસ્તાંતરણ પ્રક્રિયા
રોબર્ટ વાડ્રાની ઇડી દ્વારા પૂછપરછ
વક્ફ સુધારા બિલનું સંસદમાં પસાર થવું
દિલ્હીઅહમદનગર, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં ભજપનું શાનદાર પ્રદર્શન
આ પગલાંઓ દ્વારા ભાજપે પોતાના શાસનનું “એકશન મોડ” બતાવવાનો પ્રયાસ કર્યો છે. વધુમાં, પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે હવે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના અમલની વારે છે, જે તેનો લાંબા સમયથી ઉલ્લેખિત ચૂંટણી વચન છે. યુસીસી દેશના તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદા અમલમાં લાવવાનો પ્રયાસ છે, જેને લઈ વર્ષોથી રાજકીય ચર્ચા ચાલી રહી છે.
કુલ મળીને, ભાજપે પોતાની સિદ્ધિઓને મીડિયામાં લાવતાં એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે – “મોદી 3.0 માત્ર શરૂઆત છે,” અને હવે ભવિષ્યમાં વધુ દ્રઢ પગલાં જોવાની શક્યતા છે.