Pope Francis Death પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે અવસાન, આખા વિશ્વમાં શોકની લાગણી
Pope Francis Death વિશ્વભરના કેથોલિક સમુદાય માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે સોમવારે સવારે વેટિકન સિટીમાં અવસાન થયું. તેઓ લાંબા સમયથી શ્વાસ સંબંધિત બીમારીથી પીડાતા હતા અને છેલ્લા ૩૮ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ વેટિકન નજીકની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત સતત નાજુક રહી. ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં પણ તેમની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો. છેલ્લે તેમણે સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2
— Vatican News (@VaticanNews) April 21, 2025
વેટિકન સિટીએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, “પોપ ફ્રાન્સિસ, રોમના બિશપ આજે ફાધરના ઘેર પાછા ફર્યા. તેમણે પોતાનું સમગ્ર જીવન માનવતાની સેવામાં વિતાવ્યું.” તેમના અવસાનથી સમગ્ર વિશ્વના 1.4 અબજથી વધુ કેથોલિક ભક્તો શોકમાં છે.
પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી શ્વાસની તકલીફથી પીડાતા હતા. બાળપણમાં તેમનું એક ફેફસું કાઢી નાખવામાં આવ્યું હતું અને ત્યારપછી તેઓ ફક્ત એક જ ફેફસાંના આધાર પર જીવન જીવતા રહ્યા. તેમ છતાં તેઓ સતત માનવતા, દયાળુતા અને સમાજસેવા માટે કાર્યરત રહ્યા.
તેમના અવસાનના સમાચારોએ વિશ્વભરના નેતાઓ, ધાર્મિક ગુરુઓ અને શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી છવાઈ છે. પોપ ફ્રાન્સિસનો જીવનસંદેશ સહાનુભૂતિ, પરોપકાર અને સર્વધર્મ સમભાવ પર આધારિત રહ્યો છે.
જ્યારે ગઈ વાર પીટર્સ સ્ક્વેરમાં યોજાયેલ રવિવારની પ્રાર્થના માટે પણ તેઓ હાજર રહી શક્યા ન હતા, ત્યારે એવું સ્પષ્ટ થતું હતું કે તેમની તબિયત ગંભીર છે. ઇસ્ટરની પ્રાર્થનામાં પણ તેમણે ભાગ લીધો ન હતો, અને એ જવાબદારી અન્ય કાર્ડિનલને સોંપવામાં આવી હતી.
પોપ ફ્રાન્સિસના અવસાન સાથે એક યુગનો અંત થયો છે. આગામી દિવસોમાં તેમની અંતિમ વિદાયની વિધિ અને નવા પોપની પસંદગીને લઇને સમગ્ર વિશ્વની નજર ફરીથી વેટિકન તરફ રહેશે.