Australia student visa ban: ઓસ્ટ્રેલિયા માટે 6 રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ, ગુજરાત સહિત આ રાજ્યો પર અસર
Australia student visa ban: ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ હવે ભારતના છ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રોસેસ વધુ કડક બનાવી છે. આ રાજ્યોમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. આ ફેરફારનો મુખ્ય કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયમાં આ રાજ્યોમાંથી આવતા ઘણા વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા માટે ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હોવાના કેસ સામે આવ્યા છે.
વિઝા માટે મળતી એપ્લિકેશનોમાં સ્કેમ અને ગેરરીતિઓ ઝડપાઈ છે. જેને કારણે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ ગૃહ મંત્રાલય સાથે મળીને પગલાં લીધાં છે. જો કે તમામ યુનિવર્સિટીઓએ ખુલ્લેઆમ બેન નથી મુક્યો, પરંતુ હવે વિઝા આપવામાં વધુ સાવચેતી અને કડક વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
આ નિર્ણયના લીધે તે વિદ્યાર્થીઓને વધુ મુશ્કેલી પડી શકે છે, જેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાનું સપનું જોઈ રહ્યા છે. હવે વિઝા મેળવવા માટે માત્ર ગુણવત્તાવાળા શૈક્ષણિક દસ્તાવેજ જ નહીં, પણ પ્રામાણિક માહિતી પણ જરૂરી બની ગઈ છે.
વિદ્યાર્થીઓએ કોઈપણ રીતે ખોટા દસ્તાવેજ નથી આપવાના…. નહિંતર, વિઝા મેળવવાની સાથે ભવિષ્યમાં પણ વિઝા મળવા મુશ્કેલ બની શકે છે.
જો તમે આ છ રાજ્યોમાંથી છો અને ઓસ્ટ્રેલિયા જવા માંગો છો, તો તમારા તમામ દસ્તાવેજ પુરાવા સહિત તૈયાર રાખો અને કોઈ પણ પ્રકારની ગેરરીતિથી દૂર રહો.