Sanatan Rashtra Shankhanad Mahotsav સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’નું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલને નિમંત્રણ !
Sanatan Rashtra Shankhanad Mahotsav સમસ્ત માનવજાતિના પરમ કલ્યાણ માટે, તેમજ રામરાજ્યની સ્થાપના માટે કાર્યરત સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત બાળાજી આઠવલેજીનો 83મો જન્મોત્સવ સમારંભ અને સનાતન સંસ્થાનો રજત જયંતી મહોત્સવી વર્ષ આ નિમિત્તે ગોવા ખાતે ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ૧૭ થી ૧૯ મે ૨૦૨૫ આ ત્રણ દિવસના સમયગાળામાં ફાર્માગુડી, ફોંડા ખાતે ગોવા એંજિન્યરીંગ મહાવિદ્યાલયના મેદાન પર આયોજિત કરવામાં આવશે.
‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’નું નિમંત્રણ હાલમાં જ
મુખ્યમંત્રી . ભૂપેંદ્રભાઈ પટેલને આપવામાં આવ્યું. આ સમયે સનાતન સંસ્થાના . ચંદ્રશેખર કદ્રેકર, ભરત ગોહિલ, દેવેન પાટીલ અને સૌ. દિપાલી આેંકારની ઉપસ્થિતિ હતી. મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે નિમંત્રણ પત્રિકાનું અવલોકન કર્યું તેમજ કાર્યક્રમ માટે શુભેચ્છા આપી અને મહોત્સવ માટે ઉપસ્થિત રહેશે એમ તે સમયે જણાવ્યું.
આ મહોત્સવમાં સમગ્ર દેશમાંથી અનેક સંત-મહંત, હિંદુત્વનિષ્ઠ, માન્યવર અને પ્રતિષ્ઠિત લોકો સહિત ૨૦ હજારથી અધિક સાધકો અને ધર્મપ્રેમી હિંદુઓ એકઠા થશે. આ મહોત્સવમાં સમગ્ર દેશમાંથી આવનારા સંત, મહંત તેમજ ધર્મગુરુઓની સંતસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ અને હિંદુ સમાજને પુનર્વૈભવ પ્રાપ્ત કરી આપવા માટે તેઓ પોતાની તેજસ્વી વાણી દ્વારા માર્ગદર્શન કરશે. આ સમયે માન્યવર વક્તાઓ દ્વારા પણ માર્ગદર્શન થશે.