Philippines where Divorce is Illegal: આ દેશમાં પતિ-પત્ની છૂટાછેડા નથી લઈ શકતા, છે આકરો કાનૂની પ્રતિબંધ
Philippines where Divorce is Illegal: વિશ્વમાં છૂટાછેડા હવે સામાન્ય બાબત બની ગઈ છે, પણ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં પતિ-પત્ની ઇચ્છા હોવા છતાં પણ કાયદેસર રીતે છૂટાછેડા મેળવી શકતા નથી. વાત કરીએ છીએ દક્ષિણ એશિયાના દેશ ફિલિપાઈન્સની, જ્યાં આજની તારીખે પણ છૂટાછેડાને કાનૂની મંજૂરી મળેલી નથી.
વેટિકન સિટીની સાથે ફિલિપાઈન્સ એ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં છૂટાછેડાનો કાયદો અસ્તિત્વમાં નથી. એટલે કે, જો પતિ-પત્ની વચ્ચે સંબંધો ખૂબ જ ખરાબ હોય, તોફાનોથી ભરેલા હોય, તો પણ તેઓ કાયદેસર રીતે લગ્ન જીવનમાંથી બહાર આવી શકતા નથી.
ફિલિપાઈન્સમાં મોટા ભાગની વસ્તી કેથોલિક ધર્મનું પાલન કરતી હોવાથી અહીં લગ્નને જીવનભરના સંબંધ તરીકે માનવામાં આવે છે. કેથોલિક મંતવ્યો અનુસાર લગ્ન પવિત્ર બંધન છે, જેને તોડવાની મંજૂરી નથી. આ જ ધાર્મિક માન્યતાઓને આધારે અહીં છૂટાછેડાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.
આપણે જોતા આવ્યા છીએ કે અહીં સરકારે છૂટાછેડા સંબંધિત કાયદા લાવવા માટે ઘણાં વખત પ્રયત્ન કર્યા છે, બિલ રજૂ કર્યા છે, પરંતુ ધાર્મિક અને સામાજિક વિરોધને કારણે તે અમલમાં આવી શક્યા નથી. હાલ માટે, અહીં “લિગલ સેપરેશન” એટલે કે કાયદેસર અલગ રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ અંતર્ગત પતિ-પત્ની અલગ રહી શકે છે, પણ કાયદેસર રીતે છૂટાછેડા લીધા ગણાતા નથી અને તેઓ ફરીથી લગ્ન પણ કરી શકતા નથી.
ફિલિપાઈન્સમાં મુસ્લિમ સમુદાયને છૂટાછેડાની છૂટ છે, કારણ કે તેઓ મુસ્લિમ પર્સનલ લો મુજબ જીવે છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો પોતાનો ધર્મ બદલીને ઇસ્લામ સ્વીકારી રહ્યા છે જેથી તેમને છૂટાછેડાની કાનૂની મંજૂરી મળી શકે.
આ સમગ્ર બાબત એ દર્શાવે છે કે આઝાદ જીવન જીવવા માટે ક્યારેક ધર્મ અને કાયદા વચ્ચે અથડામણ પણ થાય છે.