Gandhinagar મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રખ્યાત નાટક ‘ચાણક્ય’ નિહાળ્યું
આ નાટક છેલ્લા ૩૬ વર્ષથી એક મિશનની જેમ કામ કરી રહ્યું છે: અભિનેતા મનોજ જોશી
ગાંધીનગર, 20 એપ્રિલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રાત્રે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં પ્રખ્યાત નાટક ‘ચાણક્ય’ નિહાળ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાકાર શ્રી મનોજ જોશી અને લેખક, દિગ્દર્શક અને નાટકના તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા.
નાટકના મંચન પહેલાં, નાટકના મુખ્ય અભિનેતા મનોજ જોશીએ જણાવ્યું હતું કે ‘ચાણક્ય’ નાટક છેલ્લા 36 વર્ષથી એક મિશનની જેમ ચાલી રહ્યું છે. આ નાટક ભારતના સંસદ ભવનથી લઈને દેશ અને વિદેશમાં અન્ય સ્થળોએ ભજવાયું છે.