The Mysterious Fosse Dion Well: ‘ફ્રાંસનો રહસ્યમય કૂવો, ‘બીજી દુનિયાનો દરવાજો’ જ્યાં જવાનો નકશો નથી’
The Mysterious Fosse Dion Well: ફ્રાન્સના ટોનેરી ગામમાં એક અનોખો કૂવો છે, જેને ‘ફોસે ડીયોન’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ ‘પવિત્ર ખાડો’ છે. આ કૂવો સદીઓથી એક રહસ્યમય અને આકર્ષક સ્થળ રહ્યો છે, કારણ કે તેનો પાણીથી ભરાવા અને ધોધમાંથી સતત વહાવાનો ઘટનાક્રમ સતત લોકોના મનમાં રહસ્ય ઊભું કરે છે.
18મી સદીમાં, ફ્રેન્ચ લોકોએ આ કૂવાને દ્યાવલીઓથી ઘેરાવ્યું અને આકાર આપ્યો. ત્યારથી, સદીઓ સુધી લોકો આ કૂવો કેવી રીતે અને ક્યા સ્ત્રોતથી પાણી મેળવે છે તે અંગે અટકળો લગાવતાં આવ્યા છે. દંતકથાઓ અનુસાર, આ કૂવો અન્ય દુનિયાના દરવાજા અથવા કોઈ ભયંકર પ્રાણીને છુપાવતો હોઈ શકે છે.
પ્રથમ વખત 1908માં આ કૂવામાં ડૂબકી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સાધનોના અભાવમાં ડાઈવર્સ વધુ ઊંડા જઈ શક્યા ન હતા. 1955 અને 1962માં પણ એ પ્રકારના પ્રયાસો નિષ્ફળ ગયા. 1963માં, કૂવામાં ડૂબકી મારવાનો પ્રયાસ કરતી ટીમમાંથી બે ડાઈવર્સનું મૃત્યુ થયું. 1974માં, બે અનુભવી ડાઈવર્સ કૂવામાં ગયા, પરંતુ ક્યારેય પાછા ન ફર્યા. તેમના મૃતદેહો હજી સુધી મળી શક્યાં નથી.
View this post on Instagram
1996માં વધુ એક મરજીવાએ આ કૂવામાં જતાં જીવ ગુમાવ્યો, ત્યારબાદ આ કૂવામાં 20 વર્ષ માટે ડાઈવિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 2019માં, પિયર-એરિક ડેઝેને 370 મીટર સુધી પહોંચી, પરંતુ હજુ સુધી કૂવાને સમગ્ર રીતે ખોલી શકાયો નથી.
આ કૂવો, જે એક ભુલભુલૈયા જેમ લાગે છે, તે હજુ પણ એ મુદ્દે એક રહસ્યમય જગ્યા છે.