Gandhinagar Secretariat metro : હવે ગાંધીનગરના સચિવાલય સુધી મેટ્રો ટ્રેન સેવાનો વિસ્તાર, મુસાફરોને મળશે મોટી રાહત
Gandhinagar Secretariat metro: ગુજરાતના લોકો માટે વિશેષ કરીને અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રોજિંદા મુસાફરી કરતા નાગરિકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા હવે મેટ્રો રેલ સેવાનો વિસ્તાર ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખાસ કરીને સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને રોજગાર માટે અપડાઉન કરનારા લોકોને મોટી રાહત મળશે.
હાલમાં મેટ્રો સેવા મોટેરા થી શરૂ થાય છે અને સેક્ટર-1 સુધી જ સીમિત છે. પરંતુ હવે સચિવાલય સુધી મેટ્રો ટ્રેન દોડશે. સચિવાલય નજીક મેટ્રો સ્ટેશનના તમામ નિર્માણ કામો પૂર્ણ થઈ ગયા છે. તાજેતરમાં મેટ્રો કમિશ્નરે આ રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સુરક્ષા સમીક્ષા બાદ મંજૂરી આપવામાં આવી છે.
ગત મહિને આ રૂટ પર ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પાર પડાયું હતું, જે બાદ આ સેવાઓનો વિસ્તાર કરવાની ચર્ચા શરૂ થઈ હતી. હવે આ યોજના અમલમાં આવતાં મુસાફરોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને સમયની પણ બચત થશે.
આ સેવા શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત થશે અને રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા મળશે. Metro Train ની આ નવી લાઈફલાઇન ગુજરાતના નાગરિકોને એક આધુનિક અને આરામદાયક ટ્રાવેલિંગ વિકલ્પ આપશે.