Numerology Horoscope: 20 એપ્રિલ, અંક 8 ધરાવતા લોકો પોતાના લક્ષ્ય પ્રત્યે ગંભીર રહેશે, વાંચો અંકજ્યોતિષ રાશિફળ
Numerology Horoscope: અંકશાસ્ત્રમાં, વ્યક્તિના ભવિષ્યની આગાહી મુખ્યત્વે તેના મૂળ અંકના આધારે કરી શકાય છે, જે જન્મ તારીખથી જાણીતું છે. અંકશાસ્ત્ર સામાન્ય રીતે વ્યક્તિની જન્મ તારીખે આવતી સંખ્યાઓના સરવાળાનો અભ્યાસ કરે છે.
Numerology Horoscope: અંકશાસ્ત્રમાં, વ્યક્તિના ભવિષ્યની આગાહી મુખ્યત્વે તેના મૂળ અંકના આધારે કરી શકાય છે, જે જન્મ તારીખથી જાણીતું છે. અંકશાસ્ત્ર સામાન્ય રીતે વ્યક્તિની જન્મ તારીખે આવતી સંખ્યાઓના સરવાળાનો અભ્યાસ કરે છે. આમાં કુલ મૂળ સંખ્યા 1 થી 9 સુધીની હોય છે. બધી સંખ્યાઓ કોઈને કોઈ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. અને આમાંથી આધાર સંખ્યા અને ભાગ્ય સંખ્યાની ગણતરી કરીને, અમે તમને દૈનિક અંકશાસ્ત્ર આગાહીઓ, સાપ્તાહિક અંકશાસ્ત્ર આગાહીઓ, માસિક અંકશાસ્ત્ર આગાહીઓ અને વાર્ષિક અંકશાસ્ત્ર આગાહીઓ તેમજ તમારા જીવન સાથે સંબંધિત બધી ઘટનાઓ વિશે માહિતી આપીએ છીએ, જેથી તમારું જીવન સુખી અને સમૃદ્ધ બની શકે
અંક 1
આજનો દિવસ નિર્ણય લેવા માટે અનુકૂળ છે. કાર્યક્ષેત્રે નેતૃત્વની ભાવના દ્રઢ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે ફરી સંપર્ક થઇ શકે છે. માનસિક સ્પષ્ટતા રહેશે, જેના કારણે વ્યક્તિગત અને વ્યવસાયિક બંને ક્ષેત્રોમાં લાભ થશે. અહંકારથી દૂર રહો અને અન્યની સલાહને મહત્વ આપો.
શુભ અંક – 21
શુભ રંગ – નારંગી
અંક 2
આજનો દિવસ શાંતિપૂર્વક વિતાવવો લાભદાયક રહેશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે સંવેદનશીલ વાતચીત થઈ શકે છે. કલા, સંગીત કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માનસિક શાંતિ આપશે. નિર્ણય લેતા સમયે આત્મવિશ્વાસ રાખો, સંકોચ ન કરો નહીં તો અવસર ચૂકી શકો છો.
શુભ અંક – 11
શુભ રંગ – ભૂરો
અંક 3
આજનો દિવસ યોજના અમલમાં મૂકવાનો છે. કુટુંબમાં ખુશહાલી રહેશે અને જૂનો વિવાદ સમટાઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ધર્મ અને નૈતિક વિષયોમાં રસ વધશે. વાણીમાં સંયમ રાખવો અગત્યનો રહેશે.
શુભ અંક – 19
શુભ રંગ – લીલો
અંક 4
દૈનિક રૂટિનમાં થોડો ફેરફાર શક્ય છે. નાની મુસાફરીઓ કે અચાનક યોજનાઓ બની શકે છે. આજે તમને તમારા વિચારો પર અડગ રહેવું પડશે, કારણ કે બહારના દખલથી મૂંઝવણ ઊભી થઈ શકે છે. તકનીકી કે વિશ્લેષણાત્મક કાર્યોમાં સફળતા મળશે. જીવનમાં સ્થિરતા માટે ધીરજ જરૂરી છે.
શુભ અંક – 23
શુભ રંગ – પીળો
અંક 5
આજનો દિવસ ખૂબ જ સક્રિય રહી શકે છે. નવા વિચારો અને પ્રસ્તાવોની ભાળ રહેશે. પ્રવાસ, સંવાદ અને વ્યવસાયિક નિર્ણયો માટે દિવસ અનુકૂળ છે. થોડી બેચેની અનુભવી શકાય છે, પરંતુ તમારું લવચીક વલણ તમને સફળતા અપાવશે. વધારે બોલવાનું ટાળો અને સાંભળવાનું શીખો.
શુભ અંક – 9
શુભ રંગ – કેસરીયા
અંક 6
ઘર-કુંટુંબમાં શાંતિનો અનુભવ થશે અને કોઈ મનગમતી વસ્તુ મળી શકે છે. ભાવનાત્મક મુદ્દાઓમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે, નહીં તો ગેરસમજ થાય તેવી શક્યતા છે. ભોગવિલાસ તરફ વલણ રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ જરૂરી છે. સંબંધોમાં મીઠાશ રહેશે.
શુભ અંક – 16
શુભ રંગ – નીલો
અંક 7
આજે થોડી શાંતિ અને આત્મચિંતન જરૂરી થશે. કોઈ વિશિષ્ટ વિષયને લઈને મનમાં ઊંડો વિચાર આવે શકે છે. ટેક્નિકલ કે આધ્યાત્મિક વિષયો પ્રત્યે રુચિ વધશે. અન્ય લોકોથી થોડી દૂરતાનો અનુભવ થઈ શકે છે, પણ આ સમય આત્મવિમર્શ માટે શ્રેષ્ઠ છે. ગુહ્યજ્ઞાન અથવા રહસ્યમય અનુભવ થવાની શક્યતા છે.
શુભ અંક – 18
શુભ રંગ – ગ્રે
અંક 8
જવાબદારીઓ અને કામનો ભાર વધુ રહેશે. આજે તમે તમારા લક્ષ્ય પ્રત્યે વધુ ગંભીર અને સમર્પિત રહેશો. થોડી માનસિક થાક થઈ શકે છે, પણ ધીરજથી સફળતા મળશે. જૂના કર્જો કે જવાબદારીઓથી મુક્તિ મેળવવા માટે યોજના બનાવી શકો છો. ન્યાય અને નિયમોનું પાલન કરવું લાભદાયક રહેશે.
શુભ અંક – 6
શુભ રંગ – લાલ
અંક 9
આજનો દિવસ ઊર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. કોઈ જૂનું કાર્ય પુરૂં કરવાનો મોકો મળશે. સાહસિક નિર્ણય લઈને આગળ વધશો. ક્રોધ કે ભાવનાત્મક ઉછાળથી બચવું જરૂરી છે, નહીં તો સંબંધોમાં તણાવ આવી શકે છે. સામાજિક કાર્યમાં સહભાગી થવાથી સન્માન મળશે અને મન પ્રસન્ન રહેશે.
શુભ અંક – 29
શુભ રંગ – ગુલાબી