Online birth certificate application: જન્મ પ્રમાણપત્ર મેળવવું બન્યું આસાન, ઘેરબેઠાં કરો ઓનલાઈન અરજી
Online birth certificate application: જો તમે તમારા બાળક માટે જન્મ પ્રમાણપત્ર બનાવવાનું વિચારી રહ્યા છો, અથવા હજુ સુધી તમારું પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી, તો હવે તમારે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા ને ડિજિટલ બનાવી દીધી છે, જેના માધ્યમથી તમે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છો.
જન્મ પ્રમાણપત્ર શેના માટે જરૂરી છે?
જન્મ પ્રમાણપત્ર એ અધિકૃત દસ્તાવેજ છે જે વ્યક્તિના જન્મની તારીખ, સમય, સ્થળ અને માતાપિતાની માહિતી સાથે તેનું નાગરિકત્વ સાબિત કરે છે. આ દસ્તાવેજ વગર અનેક સરકારી અને ખાનગી કામગીરી અટકી શકે છે જેમ કે:
શાળામાં પ્રવેશ
પાસપોર્ટ માટે અરજી
સરકારી યોજનાઓનો લાભ
વિવાહ નોંધણી
મજૂર કાર્ડ અથવા અન્ય ઓળખપત્રો મેળવવા
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
તમે crsorgi.gov.in વેબસાઇટ પરથી સરળતાથી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો. અહીં તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવવામાં આવી છે:
1. નોંધણી કરો
crsorgi.gov.in પર જઈ “General Public Signup” વિકલ્પ પસંદ કરો.
તમારું નામ, મોબાઇલ નંબર, ઈમેઇલ, રાજ્ય અને જિલ્લાની માહિતી ભરો.
પછી “Register” બટન દબાવો.
તમારા ઈમેઇલ પર એક લિંક આવશે, જેના દ્વારા એકાઉન્ટ એક્ટિવેટ કરો.
2. લોગિન કરો અને ફોર્મ ભરો
હવે લોગિન કરીને “જન્મ નોંધણી ઉમેરો” વિકલ્પ પસંદ કરો.
જે વ્યક્તિ માટે પ્રમાણપત્ર જોઈએ છે તેની તમામ વિગતો ભરો – જન્મ સ્થળ, સમય, માતાપિતાનું નામ, ઓળખપત્ર વિગેરે.
3. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
માતા-પિતાનું આધાર કાર્ડ
હોસ્પિટલના જન્મ પત્ર અથવા મિડવાઈફનું નામ
સરનામાનો પુરાવો
લગ્ન પ્રમાણપત્ર (જોઇએ તો)
4. ફોર્મ સબમિટ કરો
તમામ માહિતી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો.
અરજી નંબર જનરેટ થશે જેને ભવિષ્ય માટે સાચવી રાખો.
આ નંબરથી તમે તમારી અરજીની સ્થિતિ જાણી શકો છો.
પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરશો?
સામાન્ય રીતે 7 થી 21 દિવસમાં તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થાય છે. ત્યારબાદ crsorgi.gov.in પર જઇ “Print Certificate” વિકલ્પ દ્વારા તમારું કામચલાઉ જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. પ્રમાણિત નકલ મેળવવા માટે તમારે સ્થાનિક મ્યુનિસિપલ કચેરીનો સંપર્ક કરવો પડશે.