Nishikant Dubey વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટની સુનાવણી વચ્ચે સાંસદ નિશિકાંત દુબેનું વિવાદાસ્પદ નિવેદન
Nishikant Dubey વકફ સુધારા અધિનિયમ 2025ની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના પગલે ભારતીય રાજકારણ ગરમાયું છે. ભાજપના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે ભારપૂર્વક ટીકા કરી છે અને સીધો ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાને આક્ષેપોના ઘેરા માં લીધા છે. દુબેએ એવો દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ પોતાનો અધિકાર ઉલંગી રહી છે અને કાયદા બનાવવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહી છે.
દુબેએ જણાવ્યું કે વકફ કાયદો સંસદે પસાર કર્યો છે અને કાયદા બનાવવા માટે માત્ર સંસદજ જવાબદાર છે. તેમનું કહેવું છે કે જો સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવે છે, તો પછી સંસદના અસ્તિત્વનો અર્થ શું રહે છે? તેમણે વધુમાં કહ્યું કે દેશના હાલના ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિઓ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ જ જવાબદાર છે.
દુબેના જણાવ્યા મુજબ કલમ 368 અંતર્ગત કાયદા બનાવવાનો અધિકાર માત્ર સંસદને છે, જ્યારે કલમ 141 અનુસાર સુપ્રીમ કોર્ટના નિર્ણયોની અમલવારી માત્ર ન્યાયલય સિસ્ટમ માટે છે. તેમણે એવો પ્રશ્ન ઉઠાવ્યો કે સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણયો અંગે શા માટે પૂછવાનું છે, જ્યારે તેઓ નિયુક્ત અધિકારીઓ છે?
દુબેએ એવી ગંભીર ટિપ્પણી પણ કરી કે “આ દેશને અરાજકતા તરફ લઈ જવા માટે કેટલાક તત્વો કામ કરી રહ્યા છે અને જો કાયદાકીય વ્યવસ્થા હવે અદાલત દ્વારા નિર્ધારિત થવાની હોય, તો પછી લોકશાહીના મર્મ પર આઘાત છે.”
આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ તીવ્ર બન્યો છે અને દલિત, પીઠી તથા ધાર્મિક મુદ્દાઓને લઈને મોટી ચર્ચાઓ શરુ થઈ છે. વકફ કાયદો એ જટિલ અને ઐતિહાસિક રીતે સંવેદનશીલ વિષય છે, જેના પર આવા નિવેદનો ન્યાયપાલિકા અને કાર્યપાલિકા વચ્ચેના સંબંધો પર નવી ચર્ચાઓ ઊભી કરે છે.