TVS Apache RR 310: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો
TVS Apache RR 310: TVS મોટર કંપનીએ 2025 માટેની નવી Apache RR 310 બાઈક ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ બાઇક હવે પહેલા કરતા વધુ અદ્યતન સુવિધાઓ અને નવા અપડેટ્સ સાથે આવે છે. જો તમે શક્તિશાળી પરફોર્મન્સવાળી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
Apache RR 310ની કિંમત કેટલી છે?
નવી Apache RR 310 ની એક્સ-શો રૂમ કિંમત હવે 2,77,999 થી શરૂ થાય છે અને 2,99,999 સુધી જાય છે. પિછલા વર્ષના મોડલ કરતાં તેનું બેઝ મોડલ 4,999 વધુ મોંઘું છે.
એન્જિન અને પર્ફોર્મન્સ
આ બાઈકમાં 312cc નું સિંગલ-સિલિન્ડર OBD-2B કમ્પ્લાયંટ એન્જિન છે, જે 38PS પાવર અને 29Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
આ બાઈકમાં હવે નવા 8-સ્પોક 17 ઇંચ એલોય વ્હીલ્સ અને સેપાંગ બ્લૂ કલર ઓપ્શન મળે છે, જે તેને રેસિંગ લુક આપે છે.
વિશિષ્ટતાઓ જે બનાવે છે તેને ખાસ
ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલમાં મલ્ટી-લેન્ગ્વેજ સપોર્ટ
કોર્નરિંગ એન્જિન બ્રેકિંગ કન્ટ્રોલ
સીક્વેન્શિયલ ટર્ન ઇન્ડીકેટર્સ
રાઇડ મોડ્સ
ABS, ક્રૂઝ કંટ્રોલ
સ્માર્ટફોન કનેક્ટિવિટી
ઇન્વર્ટેડ ટેલિસ્કોપિક ફોર્ક અને પ્રીલોડ એડજસ્ટેબલ મોનોશોક
આગળ 300mm અને પાછળ 240mm ડિસ્ક બ્રેક
ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર નથી
ડિઝાઇનની વાત કરીએ તો, તેમાં પહેલા જેવી LED હેડલાઇટ્સ, સ્પ્લિટ સીટ્સ અને સ્પોર્ટી વિંગલેટ્સ જ જાળવવામાં આવ્યા છે.
જો તમે એક પર્ફોર્મન્સ અને સ્ટાઇલને પસંદ કરતા બાઈક પ્રેમી હોવ, તો નવી TVS Apache RR 310 તમારું મન જીતી શકે છે.