Heatwave આ વર્ષે આકરી ગરમીનો કહેર: અમદાવાદમાં 44 દિવસ રહેશે હીટવેવ, સ્કૂલોના સમયમાં પણ થયો ફેરફાર
Heatwave આ વર્ષ ગુજરાત, ખાસ કરીને અમદાવાદ માટે ભારે ગરમી લઈને આવ્યું છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, એપ્રિલથી જૂન સુધીના બાકી રહેલા 74 દિવસોમાંથી આશરે 44 દિવસ હીટવેવ રહેશે. અત્યાર સુધીના આંકડા બતાવે છે કે એપ્રિલના 17માંથી 13 દિવસ ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે ગયો જ નથી.
તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર 10 એપ્રિલે અમદાવાદમાં આ સિઝનનું સૌથી વધુ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું હતું, અને 18થી 24 મે વચ્ચે સૌથી વધુ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવું લાગી રહ્યું છે કે સમગ્ર એપ્રિલ અને મે મહિનામાં લૂ જેવી સ્થિતિ યથાવત રહેશે.
હિટવેવ:
2023: 26 દિવસ હીટવેવ
2024: 38 દિવસ હીટવેવ
2025 (અનુમાનિત): 44 દિવસ હીટવેવ
DEOનો મોટો નિર્ણય: શાળાના સમયમાં ફેરફાર ગરમીના વધતા કહેરને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મોટી જાહેરાત કરી છે. ધોરણ 1થી 8 અને બાલવાટિકા માટે શાળાનો સમય બપોરના 12 વાગ્યા સુધી જ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. DEOએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને સ્પષ્ટ રીતે સૂચના આપી છે કે બાળકો માટે બપોર પછીનું શાળાનું આયોજન ન કરે.
વાલીઓની ફરિયાદ બાદ કાર્યવાહી કેટલીક શાળાઓ નિયમોના ઊલંઘન સાથે બપોર બાદ પણ પાળી ચલાવતી હોવાનું બહાર આવ્યું છે. આ કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. DEOએ તરત પગલાં લેતા શાળાઓને સંદેશ મોકલ્યો છે કે આ આદેશનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, સ્કૂલ કેમ્પસમાં ખુલ્લામાં કોઈ પણ કાર્યક્રમ યોજવામાં ન આવે તે માટે પણ નિર્દેશ આપ્યા છે.
આગામી દિવસોમાં ગરમીથી બચવા માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને અનાવશ્યક બહાર ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. Ahmedabad સહિત સમગ્ર રાજ્ય માટે આ ગરમીનો સમય મોખરાની ચેતવણી સમાન છે – સમયસર પગલાં લેવાથી જ રાહત મળી શકે.