PM Modi spoke to Elon Musk ભારતમાં ટેસ્લાનો પ્રવેશ નક્કી! પીએમ મોદી અને એલોન મસ્કની વાતચીતથી ઉદ્યોગ જગતમાં ઉમંગ
PM Modi spoke to Elon Musk શુક્રવારે, 18 એપ્રિલ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્ક સાથે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી, જેમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં વધતી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
પીએમ મોદીએ ટ્વિટર (હવે X) પર આ વાતચીતની જાણકારી આપતાં જણાવ્યું કે, “મેં એલોન મસ્ક સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં અમારી વોશિંગ્ટન ડીસી મુલાકાત દરમિયાન થયેલી ચર્ચાઓનો પણ સમાવેશ થાય છે. ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની વિશાળ સંભાવનાઓ છે.”
આ વાતચીતનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં ટેસ્લાના ઈલેક્ટ્રિક વાહન બજારમાં પ્રવેશ અંગેના માર્ગોને સુગમ બનાવવાનો હતો. હાલમાં ટેસ્લા ભારતીય બજારની તીવ્ર સમીક્ષા કરી રહી છે અને દેશના વિકાસશીલ ઈવી ઈકોસિસ્ટમને એક મોટો અવસર માનવામાં આવી રહ્યો છે.
Spoke to @elonmusk and talked about various issues, including the topics we covered during our meeting in Washington DC earlier this year. We discussed the immense potential for collaboration in the areas of technology and innovation. India remains committed to advancing our…
— Narendra Modi (@narendramodi) April 18, 2025
મહત્વનું છે કે, અગાઉ પણ પીએમ મોદી અને એલોન મસ્ક વચ્ચે મુલાકાત થઈ ચૂકી છે, જેમાં મસ્કે ભારત સાથે ઊંડા વ્યાવસાયિક સંબંધોની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભારતની અંદર ઈલેક્ટ્રિક વાહનો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોલિસી સપોર્ટ વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે.
આ પ્રસંગે ઉદ્યોગ જગત અને ટેક enthusiasts વચ્ચે ખુશીની લહેર જોવા મળી રહી છે. ટેસ્લાના આગમનથી માત્ર ઈવી બજાર જ નહીં પણ નવી રોજગાર તકો, સ્થાનિક ઉત્પાદન અને ટેક્નોલોજીકલ ઈનોવેશનમાં પણ વધારો થવાની પૂરી શક્યતા છે.
તેઓએ ટેસ્લા ઉપરાંત સ્પેસએક્સ અને અન્ય ટેક રોકાણની સંભાવનાઓ પર પણ વિચાર વિમર્શ કર્યો. ભારત માટે આ વાતચીત એક નવી ટેક્નોલોજીકલ યાત્રાની શરૂઆત સમાન છે, જે આગળ જઈને અર્થતંત્રને નવી દિશા આપી શકે છે.