MAL Blood Group: નવા બ્લડ ગ્રુપની શોધ, અસાધ્ય રોગોની સારવાર માટે આશાની કિરણ
MAL Blood Group: ૧૯૭૨માં, એક ગર્ભવતી મહિલાના લોહીમાં એક વિચિત્ર ઉણપ જોવા મળી. હવે, ૫૦ વર્ષ પછી, બ્રિટન અને ઇઝરાયલના સંશોધકોએ આ અંગે સંશોધન કર્યું છે અને એક નવું બ્લડ ગ્રુપ શોધી કાઢ્યું છે. આ શોધ દુર્લભ બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીઓની સારવારમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સંશોધન 2024માં પ્રકાશિત થયું હતું, જે હવે આવા દર્દીઓની સારવારમાં વધુ સુધારો કરશે.
MAL Blood Group: આપણા શરીરમાં ઘણા પ્રકારના બ્લડ ગ્રુપ છે, જેમાંથી ABO અને Rh મુખ્ય છે. આ રક્ત જૂથો રક્ત કોશિકાઓમાં જોવા મળતા પ્રોટીન અને શર્કરાથી બનેલા હોય છે અને શરીર દ્વારા રોગ ઓળખવા અને હાનિકારક પદાર્થો સામે રક્ષણ મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. યુકેની નેશનલ હેલ્થ સર્વિસના હેમેટોલોજિસ્ટ લુઇસ ટિલીએ જણાવ્યું હતું કે આ શોધ એક મોટી સફળતા છે જે રક્તદાન દરમિયાન ગંભીર પ્રતિક્રિયાઓને રોકવામાં મદદ કરશે.
MAL બ્લડ ગ્રુપ શું છે?
અગાઉના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે 99.9 ટકાથી વધુ લોકોમાં AnWj એન્ટિજેન હોય છે, જે 1972ની મહિલાના લોહીમાં નહોતું. આ એન્ટિજેન માયલિન અને લિમ્ફોસાઇટ પ્રોટીન પર જોવા મળે છે, જેના આધારે સંશોધકોએ તેને MAL રક્ત જૂથ નામ આપ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિના બંને MAL જનીનોમાં પરિવર્તન આવે છે, ત્યારે તેનું લોહી AnWj નેગેટિવ બની જાય છે, જેમ કે તે સગર્ભા સ્ત્રીના લોહીના કિસ્સામાં હતું.
MAL Blood Groupની લાક્ષણિકતાઓ
માઇલિન અને લિંફોસાઇટ પ્રોટીન આધારિત છે
AnWj એન્ટિજનના અભાવથી MAL બ્લડ ગ્રુપ ઓળખાય છે
MAL જીન મ્યુટેશન કે લોહી સંબંધિત રોગો હોવાથી દુર્લભ બ્લડ ગ્રુપ જોવા મળે છે
આ શોધ માત્ર તબીબી ક્ષેત્રે એક મોટું પગલું નથી, પરંતુ તે દુર્લભ રક્ત જૂથ ધરાવતા દર્દીઓની સારવારમાં પણ મદદ કરશે, જેમને અત્યાર સુધી અસાધ્ય માનવામાં આવતા હતા.