Hearing In Supreme Court On Waqf Act : વકફ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સરકારનું વલણ: સ્ટે નહી મૂકાય, જવાબ માટે એક અઠવાડિયાનો સમય માગ્યો
Hearing In Supreme Court On Waqf Act : વકફ સુધારા કાયદા સામે દેશભરમાંથી 100થી વધુ અરજીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં બીજી વાર સુનાવણી યોજાઈ. ગુરુવારે કોર્ટે વધુ એક વાર ચર્ચા કરી હતી જેમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે વકફ કાયદા પર સ્ટે લગાવાની જરૂરત નથી અને સરકારને સંપૂર્ણ જવાબ ફાઈલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની આગેવાનીમાં જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની પીઠે એવી જોગવાઈઓ સામે વાંધો લીધો છે, જેમાં વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાની શરતો છે. પીઠે સ્પષ્ટ રીતે પૂછ્યું કે શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોને સામેલ કરી શકાય?
SG તુષાર મહેતાનું નિવેદન
તુષાર મહેતાએ દલીલ કરતા જણાવ્યું કે, “વકફ કાયદા હેઠળ સ્ટે લગાવવું એ અત્યંત કઠોર પગલું થશે. હજુ સુધી ઘણા મુદ્દાઓ પર ચર્ચા બાકી છે. અમને લાખો સૂચનો મળ્યા છે, અને દરેક ગામમાં વકફ સંબંધિત દાવાઓ આવી રહ્યા છે. અમારે વિગતવાર જવાબ આપવા થોડો સમય જોઈએ.”
3 મુખ્ય મુદ્દા જેમાં કોર્ટે સરકારને ચિંતિત કર્યું
મિલકત ડી-નોટિફિકેશન:
કોર્ટનું કહેવું છે કે જો મિલકત વકફ તરીકે જાહેર થઈ છે તો તેને ડી-નોટિફાઈ ન કરી શકાય.
સર્વેની પ્રક્રિયા:
કલેક્ટર દ્વારા થયેલી સર્વે આધારિત મિલકતની પ્રકૃતિ બદલાઈ શકે નહીં અને દરેક બદલાવ માટે કોર્ટને જાણ કરવાની રહેશે.
બોર્ડમાં બિન-મુસ્લિમ સામેલગી:
કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે ધર્મ આધારિત બોર્ડમાં બિન-મુસ્લિમોને કેમ સામેલ કરવામાં આવે? શું હિન્દુ મંદિરોના બોર્ડમાં મુસ્લિમો સામેલ થાય છે?
કપિલ સિબ્બલનું વલણ
વિરોધ પક્ષના વકીલ કપિલ સિબ્બલે વકફ સંબંધિત અનેક મુદ્દાઓ ઉપર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે –
ફક્ત મુસ્લિમો જ વકફ બનાવી શકે છે એવી શરત અસંવૈધાનિક છે.
જુની વકફ મિલકતો માટે 300 વર્ષ જૂના દસ્તાવેજ લાવવાની શરત અસંભવ છે.
બોર્ડમાં હિન્દુઓનો સમાવેશ કરવો ધાર્મિક સંસ્થાના મૂળ સ્વભાવ વિરુદ્ધ છે.
Bench vs SG: ધર્મને લઈને ઉગ્ર ચર્ચા
તણાવભર્યા ક્ષણમાં SG તુષાર મહેતાએ જણાવ્યું કે પીઠમાં બેસેલા તમામ ન્યાયમૂર્તિ હિન્દુ છે, જે પર પ્રતિસાદ આપતાં CJI સંજીવ ખન્નાએ સ્પષ્ટ કહ્યું: “અમે અહીં ન્યાય માટે બેઠા છીએ, અહીં ધર્મનો કોઈ સંબંધ નથી.”
AIMPLBનું ‘વકફ બચાવો અભિયાન’
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વકફ કાયદાની સામે 11 એપ્રિલથી 7 જુલાઈ સુધી 87 દિવસનું અભિયાન શરૂ કર્યું છે. ‘વકફ બચાવો’ અભિયાન હેઠળ 1 કરોડ સહીઓ એકત્ર કરવામાં આવશે અને પીએમ મોદીને મોકલવામાં આવશે. આ પછી આગામી તબક્કાની રણનીતિ ઘડી કાઢવામાં આવશે.